ચોકલેટ બોલ્સ(Chocolate balls recipe in Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

બાળકો ને મોટા સૌને પ્રિય એવાં ચોકલેટ બોલ્સ.ખુબજ ઝડપથી બની જાય છે.દિવાળી માં બનાવશો તો તમારા ઘરે આવનારા બધા જ ગેસ્ટ ખુશ થઇ જશે.ચાલો એક નવી જ વેરાયટી નો સ્વાદ માનીએ.

ચોકલેટ બોલ્સ(Chocolate balls recipe in Gujarati)

બાળકો ને મોટા સૌને પ્રિય એવાં ચોકલેટ બોલ્સ.ખુબજ ઝડપથી બની જાય છે.દિવાળી માં બનાવશો તો તમારા ઘરે આવનારા બધા જ ગેસ્ટ ખુશ થઇ જશે.ચાલો એક નવી જ વેરાયટી નો સ્વાદ માનીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ્સ
2 લોકો માટે
  1. 1મરી ગોલ્ડ બિસ્કિટ નું પેકેટ
  2. 50 ગ્રામકોપરા પાઉડર,/સિલોની કોપરું
  3. 3 ચમચીવાટેલી ખાંડ
  4. 4 ચમચીશેકેલો રાવો
  5. 3 ચમચીચોકલેટ સોસ
  6. 3 ચમચીડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
  7. 3 ચમચીકોકો પાઉડર
  8. 3 ચમચીદૂધ
  9. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ મિક્સિ માં બિસ્કિટ નો પાઉડર કરી લેવો.ખાંડ ને વાટી લેવી.રવા ને ઘી માં શેકી લેવો.

  2. 2

    એક મોટા બાઉલ માં બધું મિક્સ કરવું બિસ્કિટ પાઉડર,ખાંડ,કોપરું 50 ગ્રામ માંથી 3 ચમચી સાઈડ પર રાખી લેવું.ઘી,ડ્રિંકિંગ ચોકલેટ,કોકો પાઉડર,ચોકલેટ સોસ,રવો.

  3. 3

    મિક્સ કરી લીધા પછી જરૂર મુજબ દૂધ 2-3 ચમચી જેટલું ધીરે ધીરે ઉમેરતા જઇ. મુઠી વળે તેવું મિશ્રણ તૈયાર કરવું.

  4. 4

    તૈયાર થયેલ મિશ્રણ માંથી નાના નાના બોલ તૈયાર કરતાં જવા ને કોપરા ના પાઉડર માં રગડોળતા જાવા.

  5. 5

    બધા બોલ આ રીતે તૈયાર કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes