મેયોનિઝ પાસ્તા પિઝા(Mayonnaise pasta pizza recipe in Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559
શેર કરો

ઘટકો

2 કલાક
3 પિઝા
  1. 1પેકેટ મેક્રોનિ પાસ્તા
  2. 1પેકેટ ટ્રાય કલર પાસ્તા
  3. મેયોનિઝ જરુર મુજબ
  4. 3પિઝા બેઝ
  5. મોઝરેલાં ચીઝ જરુર મુજબ
  6. 1સમારેલુ કેપ્સીકમ
  7. 1સમારેલુ ટામેટું
  8. 1 કપબાફેલા સ્વિટકોર્ન અને લીલા વટાણા
  9. તેલ
  10. મીઠુ સ્વાદ અનુસાર
  11. ઓલિવ્સ
  12. ચિલિ ફ્લેક્સ
  13. ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    પાસ્તા બનાવા માટે 5કપ પાણી ગરમ કરવુ તેમા 1ચમચી તેલ એડ કરવુ બોવ વધારે નય જેથી પાસ્તા છુટા છુટા બને. ચોટી ન જાય અને પાસ્તા ફિક્કા હોઇ છે તેથી સ્વાદ અનુસાર મીઠું નાખી પાણી ઉક્ળે એટલે પાસ્તા નાખી 3થી 4 મિનિટ પાસ્તા બાફવા. બોવ વધારે ન બાફવા.

  2. 2

    પછી વધારાનું પાણી કાઢી લેવુ થોડું પાણી રાખવુ પછી તેમા પાસ્તા નો મસાલો નાખી મિક્સ કરવુ

  3. 3

    હવે ઍક પેન મા 2ચમચી તેલ મુકી તેમા કેપ્સીકમ ટામેટાં અને બાફેલા સ્વિટકોર્ન અને વટાણા નાખી સાંતળવા

  4. 4

    હવે તેમા ઓરેગાનો અને ચિલિફ્લેક્સ અને મેયોનિઝ નાખી થોડું પાણી નાખી ચલાવતા રેવુ

  5. 5

    થોડું ગ્રેવિ જેવુ થાય ત્યાંસુધી ચલાવવું પછી તેમા પાસ્તા નાખી બધુ બરાબર મિક્સ કરવુ

  6. 6

    હવે પિઝા બેઝ પર પિઝા સૉસ લગાવી પછી મેયોનિઝ લગાવી પછી મેયોનિઝ પાસ્તા પાથરવા

  7. 7

    હવે મોઝરેલાં ચીઝ લગાવી ચિલિ ફ્લેક્સ અને ઓરેગાનો નાંખી ઉપર ઓલિવ્સ થી ગાર્નીશ કરી પ્રી હિટ ઓવન માં 20 મિનીટ માટે બેક કરવુ 15 મિનિટ પછી ચેક કરી જોવું

  8. 8

    ખુબજ યમ્મિ ટેસ્ટી પિઝા રેડિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes