તુવેરના લીલવાનાં પરોઠાં

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

શિયાળો એટલે વિવિધ શાકભાજીની મોસમ. શિયાળામાં લીલી તુવેર આસાનીથી ઉપલબ્ધ હોય છે. પ્રોટીનથી ભરપૂર તુવેરની વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. દહીં સાથે આ પરોઠાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

તુવેરના લીલવાનાં પરોઠાં

શિયાળો એટલે વિવિધ શાકભાજીની મોસમ. શિયાળામાં લીલી તુવેર આસાનીથી ઉપલબ્ધ હોય છે. પ્રોટીનથી ભરપૂર તુવેરની વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. દહીં સાથે આ પરોઠાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ - ઘઉંનો લોટ
  2. ૫૦૦ - ગ્રામ તુવેરના લીલવા
  3. ૫૦ ગ્રામ - લીલું લસણ
  4. ૧૫૦ ગ્રામ - લીલી ડુંગળી
  5. લીલાં મરચાં (તીખાં) - ૭થી ૮
  6. ૨ ચમચી- આદું છીણેલું
  7. ૧ ચમચી- ગરમ મસાલો
  8. તેલ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લીલું લસણ અને લીલી ડુંગળી સમારી લેવી. લીલાં મરચાંને પીસી લેવાં. આદુંને છીણી લેવું. તુવેરના લીલવાને પાણી નાખ્યા વગર મિક્સરમાં ક્રશ કરી લેવાં.

  2. 2
  3. 3

    હવે એક પેનમાં ૨ ચમચી તેલ મુકવું. તેલ ગરમ થાય એટલે ધીમા તાપે લીલાં મરચાં, આદું અને લીલું લસણ સાંતળવું. ૨ મીનીટ પછી તેમાં લીલી ડુંગળી નાખીને બરાબર મિક્ષ કરી હલાવતા રહેવું. ૫ મીનીટ પછી તેમાં ક્રશ કરેલા તુવેરના લીલવા નાખીને બરાબર હલાવવું. હવે મીઠું અને ગરમ મસાલો નાખીને પ મીનીટ સુધી ચડવા દો. ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવું.

  4. 4

    કથરોટમાં ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદાનુસાર મીઠું અને ર /૩ ચમચી તેલનું મોણ નાખીને બરાબર હલાવવું. ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને રોટલીના લોટ જેવો લોટ બાંધવો. લોટને ર૦ મીનીટ સુધી ઢાંકીને રહેવા દો.

  5. 5

    હવે લોટને બરાબર મસળીને લુવા કરી લેવા. લુવામાંથી નાના પરોઠાં વણીને તેમાં તુવેરનો મસાલો ભરીને હળવા હાથે ફરીથી પરોઠાં વણવા. હવે નોનસ્ટિક તવાને ગરમ કરીને તેલ મુકી પરોઠાં શેકી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

Similar Recipes