ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)

ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે.
ક્રીમ ઓફ મશરૂમ સૂપ (Cream of mushroom soup recipe in Gujarati)
ઠંડી ના મોસમમાં અલગ-અલગ પ્રકારના સૂપ પીવાની મજા જ કંઈક ઓર છે. આરોગ્યવર્ધક એવા મશરૂમ નું સૂપ બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રીતે બનાવવામાં આવતું મશરૂમ સૂપ ક્રિમી અને ફિલિંગ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મશરૂમને ધોઈને ટુકડા કરીને તૈયાર કરવા.
- 2
હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન બટર ગરમ થાય એટલે તેમાં લાંબા સમારેલા કાંદા ઉમેરી દેવા. બે-ત્રણ મિનીટમાં લસણ અને મશરૂમ ના ટુકડા ઉમેરી હલાવી લેવું. હવે તેમાં મીઠું, મરી અને મિક્સ હર્બ ઉમેરવા. મધ્યમ તાપે મશરૂમ બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવવું. લગભગ ૫ થી ૭ મિનિટમાં તૈયાર થઈ જશે.
- 3
હવે મશરૂમના મિશ્રણ પર એક ટેબલસ્પૂન મેંદો છાંટીને બરાબર મિક્સ કરી દેવો. 2 મિનિટ માટે મિડિયમ તાપ પર પકાવવું. હવે એમાં દૂધ અને પાણી ઉમેરીને થોડું જાડું થાય ત્યાં સુધી પકાવવું. મશરૂમ મિશ્રણ થોડું જાડું થાય એટલે ગેસ બંધ કરી એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવું.
- 4
ઠંડા થયેલા મશરૂમના મિશ્રણને મિક્સરમાં વાટી લેવું. હવે આ મિશ્રણને એક પોટ માં રેડીને મધ્યમ તાપે ગેસ પર ગરમ કરવા મૂકવું.જો જરૂર હોય તો દૂધ કે પાણી ઉમેરી થોડું પાતળું કરવું. હવે એમાં 1 ટેબલ સ્પૂન બટર અને ફ્રેશ ક્રીમ અથવા ઘરની તાજી મલાઈ ઉમેરી બરાબર હલાવી લેવું. મધ્યમ તાપે પાંચ મિનિટ સુધી ગરમ કરી ગેસ બંધ કરી દેવો.
- 5
ગરમાગરમ મશરૂમ સૂપ ને ટોસ્ટ બ્રેડ, ગાર્લિક બ્રેડ અથવા સેન્ડવીચ સાથે પીરસવું.
Top Search in
Similar Recipes
-
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ (Cream of vegetable soup recipe Gujarati)
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ માઈલ્ડ ફ્લેવર નું ક્રિમી સૂપ છે જેમાં પસંદગી પ્રમાણે ના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય છે. સરળતાથી બની જતું આ સ્વાદિષ્ટ સૂપ શિયાળામાં અથવા તો વરસાદની ઋતુમાં પીવાની ખૂબ જ મજા આવે છે.#માઇઇબુક#પોસ્ટ27#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ કૉલીફલાવર સૂપ (Cauliflower soup recipe in Gujarati)
ક્રીમ ઓફ કૉલીફ્લાવર સૂપ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ સૂપ સ્વાદમાં એકદમ માઈલ્ડ હોય છે પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. વેસ્ટર્ન વાનગીઓ સાથે સર્વ કરી શકાય એવું આ પરફેક્ટ સૂપ છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ(cream of broccoli soup recipe in gujarati)
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ મારો બહુ જ ફેવરિટ સૂપ છે. હોટલ માં જમવા જઈએ ત્યારે હું હમેશા આ સૂપ ઓર્ડર કરી છું અને ઘરે પણ બનાવી છું. આ સૂપ ખૂબ જ પૌષ્ટિક, ટેસ્ટી, ક્રીમી અને ફિલિંગ છે. ડાયટ કરનારા લોકો માટે બહુ જ ફાયદા કારક છે.#superchef3 #સુપરશેફ3 #માઇઇબુક #myebookpost29 #superchef3post1 #સુપરશેફ3પોસ્ટ1 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ19 #myebook Nidhi Desai -
ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
શિયાળામાં કોઈપણ પ્રકારના સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. શિયાળા દરમિયાન લીલા વટાણા ખૂબ જ તાજા અને સરસ મળે છે. વટાણાનો ઉપયોગ કરીને મેં સૂપ બનાવ્યું છે જે એકદમ ક્રિમી અને સ્વાદિષ્ટ બને છે. આ સૂપ ને સ્ટાર્ટર તરીકે બ્રેડ સાથે સર્વ કરી શકાય.#WLD#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પિનચ એન્ડ મિન્ટ સૂપ (Spinach Mint Soup Recipe In Gujarati)
શિયાળાની ઋતુ મને ખૂબ જ પસંદ છે કેમકે એમાં અઢળક તાજા લીલા શાકભાજી ની મજા માણી શકાય છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની મજા જ કંઇક અલગ છે. પાલક માંથી બનાવવામાં આવતું સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. આ સૂપ માં મેં ફુદીનો ઉમેરીને એક અલગ ટ્વિસ્ટ આપ્યો છે. ફુદીનો ઉમેરવાથી સૂપ ને એક ફ્રેશનેસ અને સરસ ફ્લેવર મળે છે જે એને રેગ્યુલર સ્પિનચ સૂપ કરતા અલગ પાડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ સ્પીનેચ સૂપ (cream of spinach soup Recipe in Gujarati)
શિયાળામાં સૂપ પીવાની ખુબ મજા આવે છે. પાલક પણ ખૂબ સરસ આવે છે શિયાળામાં. તો આજે મેં પાલક નો સૂપ બનાવ્યો છે. તે પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. જેને પાલક ના ભાવતી હોય એમને પણ આ સૂપ ચોક્કસ ભાવશે. ખૂબ જ પૌષ્ટિક અને yummy આ પાલક નો સૂપ તમે પણ જરૂર બનાવજો.#GA4 #Week16 #palaksoup #પાલકસૂપ #creamofspinachsoup Nidhi Desai -
સ્ટફ્ડ મશરૂમ (Stuffed Mushroom recipe in Gujarati)
સ્ટફ્ડ મશરૂમ એક એવી ડિશ છે જેમાં અલગ-અલગ પ્રકારના ફીલિંગ વાપરી શકાય. આ ડિશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. આ ડિશ સામાન્ય રીતે ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે, એને પેનમાં પણ બનાવી શકાય. ગરમાગરમ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ1 spicequeen -
બૌકલી ઓલમોન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe in Gujarati)
#Week4 #Winterrecipe #Cooksnap મેં આજે ક્રિમી બ્રોકલી અલમોન્ડ સૂપ બનાવ્યુ જે ખૂબ હેલ્ધી સાથે ખૂબજ ટેસ્ટી સૂપ છે, જે બ્રોકલી અલમોન્ડ વડે બને બટર, ક્રિમી ટેસ્ટ આપે છે, બનાવવામાં સરળ અને ઝડપથી બનાવી શકાય ખાસ શિયાળામાં સૂપ પીવાની મઝા કંઈક અલગ જ હોય છે , તમે પણ ટ્રાઇ કરજો આ વાનગી Nidhi Desai -
લીક એન્ડ પોટેટો સૂપ (Leek Potato Soup Recipe In Gujarati)
લીક એન્ડ પોટેટો સૂપ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ સૂપ નો પ્રકાર છે જે સામાન્ય રીતે બટાકા, લીક, સ્ટોક અને ફ્રેશ ક્રીમ થી બનાવામાં આવે છે. ફ્રેશ ક્રીમ ને બદલે ફુલ ફેટ દૂધ પણ વાપરી શકાય. બટાકા ને લીધે સૂપ એક્દમ ક્રીમી બને છે.#GA4#Week20#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમી મશરૂમ સૂપ (Creamy Mushroom Soup Recipe In Gujarati)
મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી રાખે છે. આ ઉપરાંત તે ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે આવો જાણીએ અનેક ગુણોથી ભરપૂર મશરૂમનુ સેવન કરવાથી તમે કંઈ બીમારીઓથી બચી શકો છો. Urmi Desai -
ક્રીમ ઓફ સ્પીનેચ સુપ (Cream Of Spinach Soup Recipe In Gujarati)
સ્પીનેચ માં થી vit A ,vit C , કેલ્શીયમ અને આયર્ન ભરપૂર માત્રામાં મળે છે, જે આ સુપ ને હેલ્ધી બનાવે છે .#RC4#Week4 Bina Samir Telivala -
આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલઆલમન્ડ બ્રોકલી સૂપચોમાસાની સિઝનમાં અને શિયાળામાં આપણને ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવતી હોય છે બહારનું વાતાવરણ ઠંડુ હોય તો આપણા શરીરને ગરમી આપવા માટે આપણે ગરમ સૂપ પીતા હોય છે અને સૂપ આપણી હેલ્થ માટે ખુબ જ હેલ્દી હોય છે આલમન્ડ બ્રોકલી સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ક્રિમી લાગે છે Kalpana Parmar -
બ્રોકલી આલ્મંડ સૂપ(Broccoli almond soup recipe in gujarati)
#GA4 ..#Week10..સૂપ સામાન્ય રીતે ખાવાનું ખાઈએ તેના પહેલા સર્વ કરવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે. ટોમેટો સૂપ સિવાય કંઈક નવું ટ્રાય કરવા માગતા હો તો બ્રોકોલી આમન્ડ (બ્રોકોલી બદામ) સૂપ ટ્રાય કરી જુઓ. Krishna Jimmy Joshi -
ક્રિસ્મસ ટ્રી બ્રેડ (Christmas tree bread recipe in Gujarati)
ક્રિસ્મસ એ દુનિયાભરમાં ઉજવાતો તહેવાર છે. આ સમય દરમ્યાન અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આ બ્રેડ ક્રિસમસ ટ્રી ના આકારમાં બનાવવામાં આવી છે જેમાં પાલક અને ક્રિમ ચીઝ નું ફિલીંગ કરવામાં આવ્યું છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ એવી આ બ્રેડ તહેવારની ઉજવણીમાં ઉમેરો કરે છે.#CCC spicequeen -
કડાઈ મશરૂમ (Kadai Mushroom Recipe In Gujarati)
મશરૂમ ખૂબ જ સ્વાદિષ્ટ શાકભાજી નો પ્રકાર છે જે શરીર માટે ઉપયોગી એવા તત્વોથી ભરપૂર છે. મશરૂમ નો ઉપયોગ કરીને ઘણી બધી વાનગીઓ બનાવી શકાય. કોન્ટિનેન્ટલ, ચાઈનીઝ, ભારતીય વગેરે કોઈપણ પ્રકારની વાનગીઓમાં મશરૂમ નો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. કઢાઈ મશરૂમ એ ઇન્ડિયન કરી સ્ટાઇલ ડીશ છે જે કાંદા, ટામેટા અને સુકા મસાલા વાપરીને બનાવવામાં આવે છે. આખા ધાણા અને લાલ સુકા મરચા નો પાઉડર આ ડિશ ને એક અલગ પ્રકારની ફ્લેવર આપે છે. સરળતાથી બની જતી આ ડીશ માં ઘણી ઓછી સામગ્રીનો ઉપયોગ થાય છે.#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ક્રીમ ઓફ ટોમેટો (Cream of tomato Soup Recipe in Gujarati)
#સુપરછેફ૩#વીક૩#મોનસુનસ્પેશિયલઆ લોક ડાઉન ના સમય માં વરસાદ માં તમને હોટલ જેવું ચટપટું ટેસ્ટી સૂપ પીવાનું મન થાય તો જલ્દી થી આ રેસિપી બનાવો. Hema Kamdar -
મશરૂમ ટોફુ સ્ટરફ્રાય (Mushroom Tofu Stirfry Recipe In Gujarati)
મશરૂમ ફેટ ફ્રી, લો સોડિયમ, લો કેલેરી અને કોલેસ્ટ્રોલ ફ્રી શાક નો પ્રકાર છે જે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.ટોફૂ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એ શરીરને ઉપયોગી એવા બધા જ એમિનો એસિડ ધરાવે છે. ટોફુ માંથી શરીરને જરૂરી એવા ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ મળી રહે છે. ટોફુ હૃદયને લગતી તકલીફો, મધુપ્રમેહ અને અમુક પ્રકારના કેન્સર માં ખૂબ જ ઉપયોગી છે.આ સ્ટરફ્રાય માં મેં રેડી પૅપર અને પાલક પણ ઉમેર્યા છે જે ઘણી રીતે શરીરને ફાયદાકારક છે. આ એક ખૂબ જ સરળ અને ઝડપથી બની જતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડિશ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની મોસમમાં આ બધા હોટ સૂપ પીવાની મજા કંઈક ઔર હોય છે તમે અલગ અલગ જાતના સૂપ બનાવીને પી શકો છો Tasty Food With Bhavisha -
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
લીક એન્ડ સ્વીટ પોટેટો સૂપ (Leek & sweet potato soup in Gujarati)
લીક અને સ્વીટ પોટેટો સૂપ ક્રીમી અને સ્વાદિષ્ટ સૂપની રેસિપી છે જે શિયાળાની ઋતુ માં પીવાની મજા આવે છે. આ એક ડિટૉક્સ રેસીપી છે કારણ કે એમાં વાપરવામાં આવતા શક્કરિયા અને લીક શરીરમાંથી ટોક્સિન દૂર કરવામાં ઉપયોગી છે.હું સામાન્ય રીતે આ સૂપ બટાકાની સાથે બનાવું છું પણ મેં અહીંયા શક્કરિયા વાપરીને એને એક હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો છે. શક્કરિયા સાથે પણ આ સૂપ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week11 spicequeen -
-
-
ક્રિમી પાલક સૂપ(Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week 16પાલક એ હિમોગ્લોબીન વધારવામાં અને બ્લડ પ્રેશર ને ઘટાડવામાં માં મદદ કરે છે તથા શિયાળા ની ઠંડી માં સૂપ ની મજા જ કંઈક અલગ હોય છે.. Maitry shah -
વેજ ગાર્લિક મશરૂમ સૂપ (Veg Garlic Mushroom Soup Recipe In Gujarati)
#GA4#Week24#post3#garlic#વેજ_ગાર્લિક_મશરૂમ_સૂપ (Veg Garlic 🧄 Mashroom Soup Recipe in Gujarati) આપણે ગુજરાતી સામાન્ય રીતે આપણા ભોજનની અંદર મશરૂમ નો ઉપયોગ કરતા નથી. પરંતુ પીઝા અને અન્ય ખાણી પીણી ની વાનગીઓ માં તેનો ઉપયોગ વધુ થતો હોય છે. સૂપ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. સૂપ માં જો શાકભાજી નો વધુ ઉપયોગ કરવામાં આવે તો એમાંથી આપણા ને વિટામિન મળતા હોય છે. આજે મેં આ સૂપ માં ગાજર બ્રોકલી, લસણ, લીલી ડુંગળી અને ફૂલેવર નો ઉપયોગ કરી જે સૂપ ના વિટામિન ના મુખ્ય સ્ત્રોત હોય છે તેનું સૂપ બનાવ્યું છે. મશરૂમ એક એવી શાકભાજી છે જેને વધારે પડતાં શાકાહારી લોકો ખાવાનું પસંદ કરે છે. તે સ્વાદિષ્ટ હોય જ છે સાથે સાથે તેના અનેક ફાયદા પણ હોય છે. તે કેલરીમાં ઓછું હોવાની સાથે સાથે ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન, ફાઈબર, એમિનો એસિડ, સેલેનિયમ અને ઝીંક જેવા જરૂરી પોષક તત્વો હોય છે. મશરૂમને લોકો સલાડ, સૂપ, સ્નેક્સ વગેરેમાં ઉપયોગ કરી શકે છે. મટર મશરૂમ તો ઘણા લોકોની પસંદગીની ડીશ હોય છે. ડેઇલી ડાયટમાં મશરૂમનો સમાવેશ કરવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (20)