દાલ મખની(Dal makhani Recipe in Gujarati)

Nisha Parmar
Nisha Parmar @nisha_25

#GA4#WEEK17

દાલ મખની(Dal makhani Recipe in Gujarati)

#GA4#WEEK17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પોણો કલાક
૪ લોકો
  1. ૧૫૦ ગ્રામ કાળી અડધ ની દાળ
  2. ૫૦ ગ્રામ રાજમાં
  3. કાંદો ઝીણો સમારેલો
  4. નાના ટામેટા
  5. ચપટીહિંગ
  6. તેલ
  7. ૧ ચમચીલીલી હળદર
  8. ૩ ચમચીકાશ્મીરી લાલ મરચું
  9. ૧ ચમચીધાણા જીરું
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. સમારેલા ધાણા
  12. ૨ મોટા ચમચાબટર
  13. વાટેલા આદુ મરચા લસણ
  14. ઝીણું સમારેલું લસણ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. લીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

પોણો કલાક
  1. 1

    સૌ પ્રથમ દાળ અને રાજમાં ને ૩ પાણી મા ધોઈ ને ૩ કલાક પલાળો ને ત્યાર બાદ એને કૂકર મા બરાબર ચડે ત્યાં સુધી થવા દો.કાંદા અને ટામેટા ને ઝીણા સમારી લો.

  2. 2

    એક કડાઈ મા તેલ લઈ એમાં હિંગ મરચા અને કાંદા ઉમેરી સોનેરી થાય ત્યાં સુધી થવા દો.ત્યાર બાદ એમાં ટામેટા ઉમેરો અને e બરાબર એક રસ થાય અને તેલ છૂટું પડવા લાગે એટલે એમાં હળદર,મીઠું,લાલ મરચું,ધાણા જીરું ઉમેરો ને બરાબર ચડવા દો.

  3. 3

    બધું બરાબર ચડી જાય એટલે એમાં બાફેલી દાળ અને ગરમ મસાલો ઉમેરો ને ધીમા તાપ પર થવા દો.

  4. 4

    છેલ્લે એક વઘરિયા માં બટર લઈ એમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો.લસણ તતડે એટલે એમાં લાલ મરચું ઉમેરી દાળ મખની માં ઉમેરો.ત્યાર બાદ લીલી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Parmar
Nisha Parmar @nisha_25
પર

Similar Recipes