વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)

Arpita Sagala
Arpita Sagala @cook_27786468

વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)
બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋
રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે

વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)

વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)
બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋
રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. (૧) વ્હાઈટ સોસ બનાવવા માટેની સામગ્રી
  2. ૩ ટેબલસ્પૂનબટર
  3. 3 ટેબલસ્પૂનમેંદો
  4. ૧ ચમચીઓરીગેનો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ કપદૂધ
  7. (૨) રેડ સોસ બનાવવા માટેની સામગ્રી
  8. ૩-૪ મીડીયમ સાઇઝ ના ટામેટા
  9. ૨ ચમચીતેલ
  10. ૧૦ કળી લસણ
  11. ડુંગળી
  12. ૧ ચમચીઓરીગેનો
  13. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  14. ૧/૨ ચમચીખાંડ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૧ કપપાણી
  17. (૩) વેજીટેબલ મીક્સ માટે ની સામગ્રી
  18. ૩ ચમચીતેલ
  19. ૨ ટેબલસ્પૂનલસણ
  20. ૧૦૦ ગ્રામ મકાઇના દાણા
  21. ૧૦૦ ગ્રામ કેપ્સીકમ
  22. ૧૦૦ ગ્રામ પનીર
  23. ૧૦૦ ગ્રામ ટામેટા
  24. /૨ ચમચી ઓરીગેનો
  25. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  26. મીઠું સ્વાદાનુસાર
  27. (૪) લઝાનીયા સીટ ને બદલે આપણે ફ્રેશ બ્રેડ નો ઉપયોગ કરીશું, ૮ બ્રેડ સ્લાઇડ લઇશું
  28. (૪) ૧૫૦ ગ્રામ ચીઝ, તમે મોઝરેલાં ચીઝ જે છીણેલું આવે છે તે પણ વાપરી શકો મેં એજ વાપર્યું છે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ રેડ સોસ બનાવવા માટે ટામેટા ને એક વાસણમાં પાણી નાખી ઉકાળવું ૧૦ મિનિટ માં ટામેટા ની છાલ જાતે જ નીકળી જશે

  2. 2

    ટામેટા ની છાલ કાઠી લો તેને ઠંડી થવા દો. બંને સોસ ની સામગ્રી નીચે આપેલ છે

  3. 3

    વ્હાઈટ સોસ બનાવવા માટે નોનસ્ટિક પેનમાં બટર નાંખીને ગરમ કરો અને તેમાં મેંદો નાખી દો અને ૩ મિનિટ સેકી લો પછી તેમાં દૂધ ઉમેરો અને બરાબર હલાવે રાખો અને ૫ મિનિટ સુધી બરાબર હલાવે રાખી તેમાં મીઠું, ઓરીગેનો ઉમેરો બઘું એકરસ થઈ જાય એટલે વ્હાઈટ સોસ રેડી.

  4. 4

    હવે ટામેટા ને મીક્ષરમાં ગ્રેવી કરી લો અને એક વાસણમાં તેલ નાંખવું ૩ ચમચી અને લસણ કચરેલ નાંખો થોડું સેકાઇ જાય પછી તેમાં ડુંગળી ટામેટાં મીઠું સ્વાદાનુસાર ચીલી ફ્લેક્સ ખાંડ નાખી મિક્સ કરો અને ૧ કપ પાણી નાંખી દો અને વાસણ ને ઢાંકી દો

  5. 5

    હવે તેલ છૂટું પડે એટલે તેને હલાવી લો તૈયાર છે રેડ સોસ

  6. 6

    હવે વેજીટેબલ મીક્સ તૈયાર કરવા માટે એક વાસણમાં તેલ મૂકી તેમાં લસણ નાખી દો અને મકાઇના દાણા કેપ્સીકમ ડુંગળી ટામેટાં ઝીણાં સમારેલાં પનીર ના પીસ નાના રાખવા

  7. 7

    હવે તેમાં મીઠું સ્વાદાનુસાર ઓરીગેનો અને ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો અને થોડી વાર માટે સેકાઇ જાય પછી ગેસ બંધ કરીશું

  8. 8

    હવે બ્રેડ ૮ સ્લાઇડ્સ લો તેને કીનારા કટ કરી લો અને બઘી જ બ્રેડ ને વેલણથી વણી લો એક દમ પાતળી બ્રેડ થઈ જશે

  9. 9

    હવે આપણે ગેસ પર મોટી કડાઈમાં મીઠું ૨ વાટકી જેટલું નાંખી તેની ઉપર કાંઠો મૂકી દો

  10. 10

    હવે કાચ નું વાસણ કે કેક નું વાસણ પણ લઇ શકો તેમાં સૌ પ્રથમ રેડ સોસ અને પછી વ્હાઈટ સોસ સ્પ્રેડ કરો અને બ્રેડ ને ગોઠવો નીચે આપેલ છે તે રીતે

  11. 11

    હવે બ્રેડ ઉપર રેડ સોસ અને વ્હાઈટ સોસ સ્પ્રેડ કરો અને વેજીટેબલ મીક્સ જે હતું તે સ્પ્રેડ કરો

  12. 12

    હવે તેની ઉપર છીણેલું ચીઝ સ્પ્રેડ કરો પછી બ્રેડ ને રેડ વ્હાઈટ સોસ સ્પ્રેડ કરો ફરી થી ચીઝ સ્પ્રેડ કરો અને ઉપર થોડાં વેજીસ થી સજાવો

  13. 13

    હવે આ વાસણ ને કડાઈમાં કાંઠા પર મૂકી દો અને વ્યવસ્થિત ઢાંકી દો અને ૨૦ મિનિટ સુધી ઘીમા ગેસે થવાદો

  14. 14

    હવે ગેસ બંધ કરીશું તો તૈયાર છે મસ્ત વેજ લઝાનીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Sagala
Arpita Sagala @cook_27786468
પર

Similar Recipes