મેથી તડકા પુલાવ (Methi Tadka pulav Recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

મેથી તડકા પુલાવ (Methi Tadka pulav Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
3 સર્વિંગ્સ
  1. 3/4 કપબાસમતી ચોખા
  2. ૩ ચમચીલીલા વટાણા
  3. 1બટેટું
  4. 1ગાજર
  5. 1ચક્રફુલ
  6. 1 ટુકડોતજનો
  7. ત્રણથી ચાર લવિંગ
  8. ૨ નંગઇલાયચી
  9. ૨ ચમચીમાખણ
  10. ૩ ચમચીતેલ
  11. 1ડુંગળી
  12. 1/2ચમચી જીરું
  13. 1/2ચમચી હિંગ
  14. 3 ચમચીમેથીની ભાજી
  15. 1 ચમચીકોથમીર
  16. 1/2 કેપ્સીકમ
  17. લીલુ મરચું
  18. 1 ચમચીકાજુુ ટુકડા
  19. 1 ચમચીકિસમિસ
  20. 1 ચમચીમગજતરીના બી
  21. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    મેથી તડકા પુલાવ માં મેથી હોવા છતાં કડવાસ આવતી નથી પરંતુ મેથીની મજાની ફ્લેવર આવે છેકારણકે મેથીને તેલમાં સરખી રીતે સાંતળવા માં આવે છે. આ પુલાવ ખાવા માં ખુબ જ સરસ લાગે છે આ બનાવવા માટે ઉપર પ્રમાણે બધા ઘટકો કરો એકઠા કરો

  2. 2

    એક તપેલીમાં જરૂર મુજબ પાણી લો અને ગેસ પર મૂકો તેમાં ધોયેલા ચોખા કાપેલું બટેટુ કાપેલું ગાજર લીલા વટાણા એક ચક્ર ફુલ તજનો ટુકડો અને લવિંગ ઇલાયચી અને મીઠું નાખીને ઉકાળો અને પાકવા દો ભાત પાકી જાય પછી ચારણીમાં કાઢી લો અને સાઈડ પર રાખી દો. આ ભાતમાંથી ખડા મસાલા કાઢી લેવા.

  3. 3

    એક મોટા પેનમાં તેલ લો અને ગેસ પર મૂકો તેમાં જીરું નાખો જીરુ તતડે પછી તેમાં હિંગ અને ભાજી નાખી અને સાંતળો ભાજીને બરાબર સાંતળો. તેમાં માખણ નાખો પછી ડુંગળી નાખો ને ડુંગળીને સાંતળો બરાબર સંતળાય જાય પછી તેમાં લસણ મરચાની પેસ્ટ અને કોથમીર નાખી દો ત્યારબાદ તેમાં કાજુ કિસમિસ મગતરી ના બી વગેરે નાખી બરાબર સાતળો અને છેલ્લે તેમાં કેપ્સિકમ અને મીઠું નાખીને સાંતળો.

  4. 4

    હવે ઉપર તૈયાર થયેલા આ મિશ્રણમાં આપણે જે ભાત બાફીને રાખ્યા છે તે નાખી બરાબર મિક્સ કરો અને કોથમીર ના પત્તા થી સજાવી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર

ટિપ્પણીઓ

Similar Recipes