મેથીની ભાજી નુ શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

Dipali Popat
Dipali Popat @cook_26686013
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. મોટી વાટકી સુધારેલ મેથીની ભાજી
  2. ૧ નાની વાટકીચણાનો લોટ
  3. ૪ ચમચીતેલ
  4. ૧ ચમચીમિક્સ કરેલ જીરું મેથી રાઇ
  5. ૨ ચમચીમરચાની ભૂકી
  6. મીઠું (સ્વાદ મુજબ)
  7. ૨ ચમચીધાણાજીરૂ
  8. સુધારેલ ટમેટૂ
  9. ૧ નાની વાટકીપાણી
  10. ૨ ચમચીઆદુ, મરચાં,મેથી,લસણની પેસ્ટ
  11. ૧ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજી નું શાક બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો તેલ બરાબર થઈ જાય ત્યારબાદ તેમાં મિક્સ કરેલ રાઇ,જીરું અને મેથી નાખો. તે બરાબર તતડી જાય ત્યારબાદ તેમાં સુધારેલા ટામેટાં નાખો અને થોડું પાણી નાખીને બરાબર ચઢવા દો.

  2. 2

    ત્યારબાદ તેમાં હળદર,મીઠું,ઘાણાજીરૂ અને મરચાની ભૂકી અને આદુ, મરચા,મેથી,લસણની પેસ્ટ નાંખી અને બરાબર રીતે હલાવો.ત્યારબાદ તેમાં સુધારેલ ભાજી નાખી અને ઢાંકણું બંધ કરી અને બરાબર રીતે ચઢવા દો.

  3. 3

    ત્યારબાદ એક વાટકામાં ચણાનો લોટ અને તેમાં પાણી નાખી અને બરાબર રીતે મિકસ કરી લો અને તૈયાર થયેલ ભાજીના શાકમાં આ મિશ્રણને નાખીને બરાબર હલાવીને ઢાંકણું બંધ કરી ૫ મિનિટ ચઢવા દો.

  4. 4

    તૈયાર થયેલ મેથીના ભાજીના શાકને કાઠીયાવાડી થાળી સાથે સર્વ કરો.....

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Dipali Popat
Dipali Popat @cook_26686013
પર

Similar Recipes