મેથી ની ભાજી ના સક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672

મેથી ની ભાજી ના સક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
બે થી ત્રણ લોકો
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 1જૂડી મેથીની ભાજી
  3. 1/2વાટકી ચણાનો લોટ
  4. 1 ચમચીહળદર
  5. 1/2ચમચી મરચાની ભૂકી
  6. સ્વાદ અનુસારમીઠું
  7. તળવા પૂરતું તેલ

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજી ને વીણીને સમારી લો. ત્યાર બાદ એક વાસણમાં બંને લોટ, મેથીની ભાજી, બધા મસાલા નાખી લોટ બાંધી લો.

  2. 2

    હવે બાંધેલા લોટ ને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દો. અને તેમાંથી મોટી રોટલી વણી લો.

  3. 3

    હવે વણેલી રોટલી માંથી સક્કરપારા ને કાપી ને રાખો. કડાઈ પર તેલ મૂકી ધીમી આંચે બધા જ સકરપારા તળી લો.

  4. 4

    હવે તળાઈ ગયેલા શક્કરપારા ને પ્લેટમાં કાઢીને સર્વ કરો.મેથી ના સક્કરપારા ચારથી પાંચ દિવસ સુધી એમ જ રહે છે માટે ડબ્બામાં પણ ભરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર

Similar Recipes