લીલી ડુંગળી ના થેપલા (Lili Dungali Thepla Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબાજરીનો લોટ
  2. 250 ગ્રામઘઉંનો લોટ
  3. 150 ગ્રામલીલી ડુંગળી
  4. 100 ગ્રામઝીણી સમારેલી કોથમીર
  5. 2 ચમચીલીલા મરચા આદુની પેસ્ટ
  6. 1/2 કપદહીં
  7. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  8. 1 ચમચીહાથથી મસળેલુ આખું જીરું
  9. 2 ચમચીતલ
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીહળદર
  13. 1/4 ચમચીહિંગ
  14. 2 ચમચીમીઠું
  15. 6 ચમચીતેલ
  16. લોટ બાંધવા માટે જરૂરિયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી ડુંગળીને પાણીથી સાફ કરીને કોરી કરવી. ત્યારબાદ તેને ઝીણી સમારી લેવી.

  2. 2

    એક કથરોટમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ લેવો. તેમાં લીલી ડુંગળી, કોથમીર, તલ, તેલ તથા ઉપર જણાવેલ બધો હવેજ મસાલો નાખવો અને તેને હાથથી મિક્સ કરવું. ત્યાર બાદ તેમાં દહીં નાખવું અને જરૂરીયાત પ્રમાણે પાણી નાખીને તેનો લોટ બાંધવો.

  3. 3

    આ લોટમાંથી મીડિયમ સાઇઝના ગોળ થેપલા વણવા અને તેની ફરતે તેલ મૂકીને તેને શેકવા. આ થેપલાને મેં દહીં તથા લાલ ઘોલર મરચાના સોસની સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes