દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati)

Diya Vithalani
Diya Vithalani @cook_26132285
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગદુધી
  2. ૧ નંગટમેટું
  3. લીમડાના પાન
  4. 2નંગસૂકા લાલ મરચા
  5. 2પાવડા તેલ
  6. રાઈ જીરું
  7. 1/2ચમચી હળદર
  8. 1/2ચમચી મરચું પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ચપટીહિંગ
  11. જરૂર મુજબ પાણી
  12. સમારેલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દુધી લો. દુધી ને ઝીણી સમારી લો. ટમેટૂ સમારી લો.

  2. 2

    એક કુકર લઈ તેમાં બે પાવડા તેલ મૂકો. પછી તેમાં રાઈ જીરુ અને હીંગ ઉમેરો. ટામેટાં, લીમડો સુકા મરચા ઉમેરો. પછી તેમાં સમારેલી દૂધી ઉમેરો. પછી બધા મસાલા ઉમેરી દો. મિક્સ કરી લો.

  3. 3

    પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો. બધો મસાલો મિક્સ કરી હલાવી લો. પછી કૂકરના ઢાંકણ બંધ કરી ત્રણ સીટી થવા દો. દૂધીનું શાક થઈ જાય પછી તેને એક બાઉલમાં લઈ લો.

  4. 4

    દૂધીના શાકને ધાણાથી ગાર્નિશ કરો. તો તૈયાર છે દૂધીનું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diya Vithalani
Diya Vithalani @cook_26132285
પર

Similar Recipes