કાઠિયાવાડી રીંગણ નો ઓળો

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 500 ગ્રામકાળા મોટા ઓળા ના રીંગણ
  2. 250 ગ્રામલીલા કાંદા (ઝીણા સમારેલા)
  3. 2 નંગટામેટાં (ઝીણા સમારેલા)
  4. 2 ચમચીલીલું લસણ
  5. 2 ચમચીકોથમીર
  6. 1 નાની ચમચીલસણ ની ચટણી
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 4 ચમચીતેલ
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સોં પ્રથમ રીંગણ માં વચ્ચે કાપો કરી, તેલ લગાવી તેને ગેસ પર શેકવા મુકવું. થોડી વારે ફેરવી-ફેરવી ને બરાબર આખુ રીંગણ શેકી લેવું.

  2. 2

    રીંગણ થોડુ ઠન્ડુ થાય એટલે તેમાં થી છાલ ઉતારી, તવેથા ની મદદ થી બરાબર છુન્દી લો.

  3. 3

    હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકવું, તેલ થાય એટલે હિંગ અને લસણ ની ચટણી નો વઘાર કરો, હવે તેમાં લીલા કાંદા નાખો, થોડા તે નરમ થાય એટલે ટામેટાં નાખો, તે થોડા ચડે એટલે તેમાં મીઠું અને લાલ મરચું ઉમેરો. બધું સરસ મિક્સ કરો અને થોડુ તેલ છૂટે એટલે તેમાં રીંગણ નો છુંદો ઉમેરો.

  4. 4

    હવે બધું બરાબર મિક્સ કરી, લીલું લસણ અને કોથમીર નાખી પાછુ થોડુ મિક્સ કરી 4-5 મિનિટ ગેસ પર થવા દો.

  5. 5

    તો તૈયાર છે હવે આપનો કાઠિયાવાડી રીંગણ નો ઓળો. કોથમીર અને લીલું લસણ છાંટી ઓળો ગરમ ગરમ રોટલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes