દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Khushi Dattani
Khushi Dattani @cook_21123323
Khambhaliya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
3-4 વ્યક્તિ માટ
  1. 1કપ ચણા દાળ
  2. 1કપ સમારેલી દુુધી
  3. 1નંગ ડુંગળી
  4. 1ટામેટું
  5. 4-5કળી લસણની
  6. 1ચમચી આદું મરચાં ની પેસ્ટ
  7. 4-5ચમચી તેલ
  8. 1/2ચમચી રાઈ
  9. 1/2ચમચી જીરું
  10. ચપટી હિંગ
  11. 1ચમચી હળદર
  12. 1ચમચી ધાણાજીરું
  13. 2ચમચી લાલ મરચું પાઉડર
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. 7-8મીઠાં લીમડાના પાન
  16. સમારેલી કોથમીર
  17. 1/2ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધી ચણા ની દાળ નું શાક બનાવવા માટે સૌ પ્રથમ દાળ ને ધોઈ 20 મિનિટ સુધી પલાળી રાખો. પછી દાળ ને કૂકરમાં નાંખીને જરૂર મુજબ પાણી નાખી 4-5 સીટી થાય ત્યાં સુધી થવા દો. હવે કૂકરમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું સતળાઈ એટલે હિંગ નાખી વઘાર કરો. હવે તેમાં મીઠા લીમડાના પાન નાંખી હલાવી લો.

  2. 2

    હવે વઘાર થયા બાદ તેમાં ડુંગળી અને આદું મરચાં અને લસણની પેસ્ટને નાંખીને 1 મિનિટ માટે સાંતળો. હવે તેમાં ટામેટાં નાંખીને બધા મસાલા હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે 1 મિનિટ માટે મસાલા ને ચડવા દો. હવે તેમાં 1 કપ જેટલી સમારેલી દૂધી નાંખીને બરાબર હલાવી લો.

  3. 3

    હવે તેમા બાફેલી દાળ અને 1/2 કપ જેટલું પાણી નાખી 3 સીટી સુધી ચડાવો. 3 સીટી થાય એટલે ગેસ બંધ કરી કુકર ઠરવા દો. હવે તેમાં સમારેલી કોથમીર નાંખીને ગરમ ગરમ રોટલી સાથે પીરસો. તો તૈયાર છે આપણું ટેસ્ટી ટેસ્ટી દૂધી ચણા ની દાળ નું શાક.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Khushi Dattani
Khushi Dattani @cook_21123323
પર
Khambhaliya

Similar Recipes