વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#GA4
#Week22

ઘરે માર્કેટ જેવા જ પીઝા બેઝ ખૂબ આસાનીથી બનાવી શકાય છે. મેં ફક્ત ઘઉંના લોટના બનાવ્યા છે. સાથે એકદમ તાજા છે. તમારે ગેસ્ટ માટે ઘરે ડીનરનો પ્લાન હોય તો , ૧૨ કલાક પહેલા કે એક દિવસ પહેલા આ રીતે પીઝા બેઝ અને ગ્રેવી તૈયાર કરી રાખી શકાય છે. અને પછી થોડા સમયમાં જલ્દીથી પીઝા બેક કરી સર્વ કરી શકાય છે.

આ પીઝા બેઝ યીસ્ટ સાથે બનાવેલા છે તો ઠંડીની સીઝનમાં બહાર પણ ૨-૩ દિવસ સારા રહે છે. બનાવેલી ગ્રેવી ફ્રીઝરમાં લાંબો સમય સારી રહે છે.

વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)

#GA4
#Week22

ઘરે માર્કેટ જેવા જ પીઝા બેઝ ખૂબ આસાનીથી બનાવી શકાય છે. મેં ફક્ત ઘઉંના લોટના બનાવ્યા છે. સાથે એકદમ તાજા છે. તમારે ગેસ્ટ માટે ઘરે ડીનરનો પ્લાન હોય તો , ૧૨ કલાક પહેલા કે એક દિવસ પહેલા આ રીતે પીઝા બેઝ અને ગ્રેવી તૈયાર કરી રાખી શકાય છે. અને પછી થોડા સમયમાં જલ્દીથી પીઝા બેક કરી સર્વ કરી શકાય છે.

આ પીઝા બેઝ યીસ્ટ સાથે બનાવેલા છે તો ઠંડીની સીઝનમાં બહાર પણ ૨-૩ દિવસ સારા રહે છે. બનાવેલી ગ્રેવી ફ્રીઝરમાં લાંબો સમય સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
  1. 2 કપમોઝરેલા ચીઝના નાના ટુકડા
  2. (પીઝા બેઝ માટે)
  3. 3 કપઘઉંનો લોટ
  4. 2 ટેબલ સ્પૂનખાંડ
  5. 2 ટી સ્પૂનએક્ટીવ ડ્રાય યીસ્ટ
  6. 1 કપહૂંફાળું ગરમ દૂધ
  7. 1+1/2 ટીસ્પૂન મીઠું (લોટ માટે)
  8. 2 ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  9. 2 ટેબલ સ્પૂનઓલિવ ઓઈલ કે બટર(શિંગતેલ ના વાપરવું)
  10. (ગ્રેવી માટે)
  11. 1 ટેબલ સ્પૂનતેલ
  12. 4મોટા ટામેટા
  13. 1મોટી ડુંગળી
  14. 5-6કળી લસણ
  15. 1/2કેપ્સીકમ
  16. 2 ટેબલ સ્પૂનફ્રેશ બેઝિલ ઝીણી સમારેલી (હોય તો નહીં તો ચાલે)
  17. 1 ટેબલ સ્પૂનખાંડ
  18. 1 ટી સ્પૂનઓરેગાનો
  19. 1 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  20. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  21. 1/2 ટીસ્પૂનમીઠું
  22. અથવા સમય ઓછો હોય તો,
  23. 5-6 ટેબલ સ્પૂનવીબા પીઝા સોસ
  24. (ટોપિંગ માટે)
  25. 1ડુંગળી ના લાંબા ટુકડા
  26. 1/2કેપ્સીકમ ના મોટા ચોરસ ટુકડા
  27. 3 ટેબલ સ્પૂનકાળા ઓલિવ
  28. 3 ટેબલ સ્પૂનએલુપિનો
  29. 1ટામેટાં ના લાંબા ટુકડા

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    એક બાઉલમાં હૂંફાળા દૂધમાં ખાંડ ઓગાળો. તેમાં ડ્રાય યીસ્ટ ઉમેરી ૧૦ મિનિટ ઢાંકીને રહેવા દો. પછી તેમાં લોટ, મીઠું, મિલ્ક પાઉડર ઉમેરી ચીકણો, ઢીલો લોટ બાંધો. જરુર લાગે તો ૧-૨ ચમચી પાણી લઇ લોટ કેળવો. તેમાં ઓઇલ ઉમેરી મિક્સ કરો.પછી લોટને પહોળી જગ્યાએ મૂકી ૫ થી ૧૦ મિનિટ મસળો. જેમ મસળશો તેમ ચીકાશ ઓછી થઇ મુલાયમ લોટ બનશે. એ પછી તેને તેલ લગાવીને ઢાંકીને ૧ કલાક માટે મૂકી દો. કલાક પછી લોટ ફૂલીને બમણો થઇ જશે.

  2. 2

    ઓવનને ૧૦ મિનિટ માટે ૧૮૦° પર પ્રિહિટ કરવા મૂકો. કલાક પછી લોટ ફૂલી ને તૈયાર હશે. તેને ફરીથી મસળી લોટના ૫ ભાગ કરી એક ભાગ લઇ થોડું અટામણ લગાવી પાતળો રોટલો વણો. તેમાં ફોર્ક થી કાણા કરી તેલ લગાવેલી થાળીમાં મૂકી ૭-૧૦ મિનિટ માટે બેક કરો. એક બેક થાય એટલામાં બીજી થાળીમાં બીજા રેડી રાખો. વારાફરતી બધા બેક કરી પીઝા બેઝ રેડી કરી લો.

  3. 3

    ગ્રેવી માટે, ટામેટા, ડુંગળી, કેપ્સીકમ, લસણ ના ટુકડા કરો. એક કઢાઇમાં તેલ ગરમ કરી આ શાક સાંતળો. ઠંડું પડે એટલે મિક્સરમાં વાટીને પેસ્ટ બનાવો. તેને ફરી કઢાઇ માં થોડું તેલ મૂકી ગરમ થવા મૂકો. આ ગ્રેવી માં મીઠું, ખાંડ, મરચું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો. થોડી વાર ચડવા દો. થઇ જાય એટલે બેઝિલ ઉમેરો. ગ્રેવી તૈયાર છે.

  4. 4

    સર્વ કરવા હોય ત્યારે રેડી પીઝા બેઝ ઉપર બધી બાજુ ગ્રેવી લગાવો. તેની પર મોઝરેલા ચીઝ પાથરો. તેના પર બધા શાક,ઓલિવ,એલુપિનો ના ટોપિંગ મૂકો. હવે પીઝાને ૧૮૦° પ્રિહિટેડ ઓવનમાં ૧૦ મિનિટ માટે બેક કરો. પછી ૨-૩ મિનિટ માટે ખાલી ઉપરનું હીટીંગ ગોઠવી ટેમ્પરેચર ૨૦૦° કરી દો જેથી ચીઝ એકદમ સરસ બેક થશે.થાય તેવો ગરમ જ સર્વ કરો.

  5. 5

    થીન ક્રસ્ટ કરવો હોય તો સોસ લગાવતા પહેલા ફરી એકવાર બેઝને ૫-૭ મિનિટ માટે બેક કરી લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes