ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)

દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.
ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
દરેક પ્રસંગ ની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ચોકલેટ કેક અને ઓરિયો બિસ્કીટ બાળકોને ખુબ જ પસંદ છે. આ બંનેને ભેગા કરીને ચોકલેટ ઓરિયો કેક બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ક્રીમ માં ભેળવેલા ઓરિયો ના ક્રમબ્સ આ કેક ને એક્દમ અલગ બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને મીઠાને ભેગું કરી ચાળી લેવું. ઓવનને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવું.
- 2
પીગળેલા બટર અથવા તો તેલમાં ખાંડ મિક્સ કરી બરાબર હલાવી લેવું. બીજા વાસણમાં દહીં ઉમેરી તેમાં 1 ટેબલસ્પૂન પાણી ઉમેરી બધું એકદમ બરાબર હલાવી લેવું. એમાં વિનેગર અને બેકિંગ સોડા ઉમેરી બરાબર હલાવવું જેથી કરીને ફીણ થવા લાગે.
- 3
હવે લોટના મિશ્રણમાં દહીંનું મિશ્રણ, ખાંડનું મિશ્રણ અને પાણી ઉમેરી બધું બરાબર હલાવી લેવું. વેનિલા એસેન્સ ઉમેરી બધુ ઝડપથી બરાબર હલાવી લેવું જેથી કરીને એકદમ સ્મૂધ કેકનું બેટર તૈયાર થાય.
- 4
હવે ગ્રીસ કરેલા એક બેકિંગ ટીન માં આ બેટર રેડી દેવું અને ઊંચકીને ધીમે રહીને ટેપ કરવું જેથી કરીને હવા બહાર નીકળી જાય. 180 ડિગ્રી પર 35 થી 40 મિનીટ માટે બેક કરવું. કેક બેક થઈ છે કે નહીં એ ચપ્પુની મદદથી તપાસી લેવું. ચપ્પુ સાફ નીકળે તો કેક તૈયાર છે જો ચપ્પુ પર કેકનું બેટર નીકળે તો કેક થોડીવાર વધારે બેક કરવી.
- 5
કેકને ઓવનમાંથી બહાર કાઢીને 20 મિનિટ સુધી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેવી. હવે તેને ટીન માંથી એક જાળી પર કાઢી લેવી જેથી કરીને શેવાળ ના બાઝે. કેક નેજાડા કપડા થી ઢાંકીને એકદમ ઠંડી થવા દેવી. ત્યારબાદ કેકને આડી કાપી ને એના ત્રણ ભાગ કરી લેવા.
- 6
એક મોટા વાસણમાં વ્હિપિંગ ક્રીમ લઈને એને સોફ્ટ પીક્સ થાય ત્યાં સુધી બીટ કરવું. હવે તેમાં ઓરિયો બિસ્કીટ નો ભૂકો ઉમેરી બરાબર હલાવી લેવું.
- 7
હવે કેક નો એક ભાગ લઈને એના પર તૈયાર કરેલું ક્રીમ એક લેવલમાં પાથરી દેવું. આ રીતે બાકીના બચેલા ભાગને પણ તૈયાર કરી લેવા. હવે આખી કેક ઉપર ક્રીમ લગાવીને લેવલ કરી લેવું. હવે એક સ્કવિઝી બોટલ માં ચોકલેટ ગનાશ ભરીને સાઈડ પર ચોકલેટ ગનાશ પાઇપ કરવું. પાઈપિંગ બેગ ની મદદથી કેક ની ઉપર ફ્લાવર્સ બનાવવા. કેક ની વચ્ચે ચોકલેટ ગનાશ રેડવું. દરેક ફ્લાવર ની વચ્ચે એક-એક બિસ્કીટ ગોઠવવું અને ગનાશ ની ઉપર પણ થોડો બિસ્કીટનો ભૂકો મુકવો. પસંદગી મુજબ નું કોઈ પણ પ્રકાર નું ફ્રોસ્ટિંગ કરી શકાય. તૈયાર કેક ને રેફરીજરેટ કરવી.
- 8
ચોકલેટ ઓરિયો કેક સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
-
એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
દરેક વસ્તુની ઉજવણીમાં કેકનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. કોઈપણ પ્રકારની કેક બનાવવી હોય તો એના માટે સૌપ્રથમ કેક નો સ્પોન્જ બનાવવો પડે ત્યારબાદ જ એના પર મનગમતું ફ્રોસ્ટિંગ કરી શકાય. spicequeen -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
એગ્લેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22ખૂબ જ સરળ અને teasty રેસિપી છે.. મારા પપ્પા ની બર્થડે પર એમને સરપ્રાઈઝ કરવા આ કેક બનાવી હતી.. Manisha Parmar -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake recipe in gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી ફોલો કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે Suchita Kamdar -
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ઓરિયો કપ કેક(oreo cup cake recipe in Gujarati)
#મોમમારી દીકરી . નેં ચોકલેટ,કેક, એની ફેવરીટ ... એટલે આજે ઓરિયો બિસ્કીટ નાં કપ કેક બનાવી લીધા...ફક્ત ત્રણ વસ્તુઓને લઈને બનાવ્યા છે સ્વાદિષ્ટ કપ કેક Sunita Vaghela -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.દેખાવમાં પણ સુંદર દેખાય છે.તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.#સપ્ટેમ્બર Anupama Mahesh -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
ચોકોલેટ ડેકેડેન્ટ કેક(Chocolate decadent cake Recipe In Gujarati)
શેફ નેહા ની રેસિપી જોઈને મેં પણ બનાવી ચોકલેટ ડેકડન્ટ કેક....#NoOvenBaking Neeta Gandhi -
ચોકલેટ સ્ટોબેરી કેક (Chocolate Strawberry Cake Recipe In Gujarati)
ટ્રેડીંગWeekકેક એ બધા ની ભાવતિ વાનગી છે અત્યારે તો દરેક શુભ પ્રસંગે કેક કાપવાનો રિવાજ થઈ ગયો છે. તો ચાલો આજે ઘરે કૂકર માં જ બનાવીએ. Reshma Tailor -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
ચોકલેટ કેક (Chocolate Cake recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા જી ની રેસીપી જોઈને મે પણ બનાવી ચોકલેટ કેક. Mitu Makwana (Falguni) -
ચોકલેટ મોકા કેક
#કાંદાલસણ#આ કેક માં ચોકલેટ અને કોફી પાઉડર નો પ્રયોગ કર્યો છે. ચોકલેટ અને કોફી ફ્લેવર્સ પસંદ હોય તો એક વાર આ કેક જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe In Gujarati)
#સાઈડજમવાની સાથે જો તમને સરસ કોઈ વાનગી ગરમ અને ઠંડી એવી બેઉ મજા આપે તો તે ખાવાની મજા જ કઈ ઓર છે અને એ તમારા જમવાનું સ્વાદ પણ વધારી દેશે તો આજે એવી જ સરસ ટેસ્ટી વાનગી બનાવવાનો ટ્રાય કર્યો છે આશા છે કે તમને બધાને ગમશે Manisha Parmar -
-
ઓરીયો ચોકલેટ કેક(oreo chocolate cake recipe in gujarati)
#ટ્રેડિગ આ કે મેં ઓરીયો બિસ્કીટ માંથી બનાવી છે જેનું ફોસ્ટિંગ મેં વિપ ક્રીમ વગર ઓરીયો બિસ્કીટ ના વચ્ચે નીકળતા white cream માંથી બનાવી છે આ કેક ખૂબ જ સ્પોન્જિ અને ટેસ્ટી બને છે તમે બધા ઘરે બનાવી બનાવજો અને મને જણાવજો કેવી બને છે આશા રાખું કે તમને બધાને પસંદ પડશે Arti Desai -
નો અવન ચોકલેટ કેક (No Oven Wheat Decadent Chocolate Cake in Gujarati)
#NoOvenBaking#Recipe3આજે માસ્ટરશેફ નેહા શાહ ની નો અવન બેકીંગ કોન્ટેસ્ટ માટે ચોકલેટ કેક ની રેસિપી રિક્રીએટ કરી છે. અને ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ કેક બની છે. મારા દિકરા ને તો બહુ જ ભાવી અને ઘઉંના લોટ માંથી બનાવી એટલે હેલ્ધી પણ છે. Sachi Sanket Naik -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9 આ કેક મારી દીકરી એ મારી એનિવર્સરી માં બનાવી હતી. તેણે જાતે જ ડેકોરેશન કર્યું છે .મે હેલ્પ નથી કરી .આ તેની ફર્સ્ટ બેકિંગ કેક છે. તેણે મને સરપ્રાઈઝ આપ્યું હતું. Vaishali Vora -
ચોકલેટ કેક (easy chocolate cake at home recipe in gujrati)
ઘરે ફટાફટ બની જાય તેવી ચોકલેટ કેક Sonal Suva -
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (24)