રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. ભાત માટે
  2. ૨ +૧/૨ કપ-રાંધેલા બાસમતી ભાત
  3. ૨ ટેબલસ્પૂન-તેલ
  4. ૨ ટીસ્પૂન-ઝીણું સમારેલું લસણ(લસણ ની પેસ્ટ)
  5. ૨ ટીસ્પૂન- સૂકા લાલ ચીલી ફ્લેક્સ્
  6. ૧/૨ કપ- ડુંગળી ની સ્લાઇસ
  7. ૩/૪ કપ - સમારેલા સિમલા મરચાં
  8. ૧ કપ- ગાજર
  9. ૧/૨ કપ- બાફેલા મકાઇના દાણા
  10. ૨ ટેબલસ્પૂન-ટીમેટા કેચપ
  11. મીઠું- સ્વાદાનુસાર
  12. બીન્સ માટે
  13. ૧+ ૧/૨ કપપલાળીને બાફીને હલકા છૂંદેલા રાજમા
  14. ૧ ટેબલસ્પૂન-બટર
  15. ૧ ટીસ્પૂન-ઝીણું સમારેલું લસણ(લસણ ની પેસ્ટ)
  16. ૨ ટીસ્પૂન- રેડ ચીલી ફ્લેક્સ્
  17. ૧/૨ કપ- ઝીણી સમારેલી લીલી ડુંગળી
  18. ૧ કપ- સમારેલા ટામેટાં
  19. ૧/૪ કપ- ટામેટાં કેચપ
  20. ૧/૨ ટીસ્પૂન- મરચાં પાઉડર
  21. મીઠું, સ્વાદાનુસાર
  22. વ્હાઇટ સોસ
  23. ૨ ટેબલસ્પૂન- બટર
  24. ૨ ચમચી- મેંદો
  25. ૨૦૦ મીલી દુધ
  26. ચીઝ ક્યુબ
  27. ૧/૨ ટી સ્પૂન- ઓરેગાનો
  28. ૧/૨ ટી સ્પૂન- ખાંડ
  29. ચપટી- મીઠું
  30. ૧ કપઝીણા સમારેલા ટામેટાં
  31. ૧/૨ કપ-ઝીણા સમારેલા કાંદા
  32. ટીસ્પૂન- રેડ ચીલી ફ્લેક્સ્
  33. ટેબલસ્પૂન- ઝીણી સમારેલી કોથમીર
  34. મીઠું, સ્વાદાનુસાર
  35. અન્ય સામગી્
  36. ૨ ટેબલસ્પૂન- ઝીણા સમારેલા લીલા કાંદા
  37. ૪ ટેબલસ્પૂન- ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
  38. ૧ કપ- કરકરો ભુક્કો કરેલી નાચોઝ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    વ્હાઇટ ક્રીમ- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં બટર ગરમ કરી તેમાં મેંદો મેળવી મધ્યમ તાપ પર ૨ મિનીટ સુધી સાંતળી લો. તે પછી તેમાં દૂધ ઉમેરો.

  2. 2

    મીસ્રણ ઘાટું થાય ત્યાં સુધી હલાવો. પછી તેમાં ચીઝ, ઓરેગાનો, ખાંડ અને ચપટી મીઠું ઉમેરો.

  3. 3

    બીન્સ માટે - તે પછી તે જ પેન મા બટ૨ ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં ચીલી ફ્લેક્સ તથા લીલી ડુંગળી મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.

  4. 4

    તે પછી તેમાં ટામેટાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ટમેટાને ચમચાના પાછળના ભાગ વડે હલકા હાથે છુંદતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.

  5. 5

    તે પછી તેમાં ટામેટાં કેચપ, રાજમા, મરચાં પાઉડર, મીઠું અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધીને બાજુ પર રાખો.

  6. 6

    એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં બટર ગરમ કરી તેમાં લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં સૂકા લાલ મરચાંના ફ્લેક્સ તથા સમારેલા સિમલા મરચાં મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં ડુંગળી મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.

  7. 7

    હવે તેમાં ગાજર અને મકાઇના દાણા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં ભાત, ટામેટાં કેચપ અને મીઠું મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

  8. 8

    અનકુકડ્ સાલ્લા - એક બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી ચમચાના પાછળના ભાગ વડે છુંદીને બાજુ પર રાખો.

  9. 9

    બરીટો બોલ ની રેસીપી બનાવવા માટે આગળની રીત

    ભાતના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

    રિફ્રાઇડ બીન્સના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

    વ્હાઇટ ક્રીમ ના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

    કાચા સાલસાના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો

    હવે પીરસતા પહેલાં, એક મોટા સર્વિંગ બાઉલમાં ભાતનો એક ભાગ મૂકી ચમચાના પાછળના ભાગ વડે તેને હલકા હાથે દબાવી લો.

    હવે તેની પર રિફ્રાઇડ બીન્સનો એક ભાગ મૂકી ફરીથી તેને ચમચાના પાછળના ભાગ વડે તેને હલકા હાથે દબાવી લો.

  10. 10

    તે પછી તેની પર વ્હાઇટસોસ એક ભાગ મૂકી ચમચાના પાછળના ભાગ વડે સરખી રીતે પાથરી લો.

  11. 11

    હવે તેની પર કાચા સાલસાનો એક ભાગ મૂકી સરખી રીતે પાથરી લો

    છેલ્લે તેની પર ૧/૨ ટેબલસ્પૂન લીલી ડુંગળી સરખી રીતે મુકી તેની પર ખમણેલું ચીઝ અને ૧/૪ કપ કરકરો ભુક્કો કરેલી નાચોઝ ચીપ્સ પણ મુકો.

    ઉપર ના બધા પગલા રીપીટ કરો.અને બોલ ને ૨ મિનીટ માટે માઇક્રોવેવ મા મુકો અને ચીપ્સ થી ગાર્નિશ કરો.

    ગરમ જ પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shreya Harshal Shah
Shreya Harshal Shah @cook_27968411
પર

Similar Recipes