ચીઝ ગાર્લીક મસાલા પાવ(Cheese Garlic Masala Paav Recipe In Gujarati)

ચીઝ ગાર્લીક મસાલા પાવ(Cheese Garlic Masala Paav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઘટકો તૈયાર કરી લો.. બધા વેજીટેબલ ને ઝીણા સમારી લેવા.
- 2
ગાર્લિક બટર બનાવવા માટે એક બાઉલ માં બટર ને પી ગડાવવું..હવે તેમાં પાવ ભાજી મસાલો, ચોપ કરેલું લસણ, અને સમારેલી કોથમીર નાખી મિક્સ કરો. એટલે ગાર્લિક બટર તૈયાર થશે. જેને સાઈડ માં રાખી લો.
- 3
હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેન માં તેલ અને બટર ગરમ કરી એમાં જીરું નાંખી તેમાં ઝીણું સમારેલું લસણ, આદુ, અને સમારેલા મરચાં ઉમેરી એક મિનિટ સાંતળો. હવે તેમાં સમારેલા કાંદા નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો હવે તેમાં સમારેલા ટામેટા ઉમેરો અને 2-3 મિનિટ સાંતળો. પછી તેમાં ત્રણે રંગ ના કેપ્સિકમ ઉમેરો અને 2 મિનિટ સાંતળો.પછી ઢાંકણ ઢાંકી ને 2-3 મિનિટ કૂક થવા દો.
- 4
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર, પાવભાજી મસાલો, ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને 2-3 મિનિટ સાંતળો..હવે તેમાં થોડું પાણી ઉમેરો અને બધું એક રસ થઇ ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ અને સમારેલી કોથમીર નાખી મિક્સ કરો. તૈયાર છે મસાલા પાવ નું સ્ટફિંગ. હવે તેને એક બાઉલ માં કાઢી લો. આ પેન નો ઉપયોગ આગળ કરવાનો છે એટલે ધોવા નાખશો નહિ.
- 5
હવે ઓવેન ને 200 ડિગ્રી પર પ્રિ હીટ કરવા મુકો..હવે પાવ ની લાદીને આડો કાપ મૂકી ને 2 ભાગ કરો. ત્યારબાદ સ્ટફિંગ બનાવેલી પેન ને જ ગેસ પર ગરમ કરી ઉપર બનાવેલું 3 ટેબલસ્પૂન જેટલું ગાર્લિક બટર ફરતું પાથરી દો. તેની ઉપર હવે પાવ ની લાદી નો એક ભાગ લઇ અંદર ની બાજુ ને રગદોળી ને શેકી લો. એજ રીતે પાવ ની લાદી ના બીજા ભાગ ને પણ શેકી લો.
- 6
હવે બંને પાવ ને શેકેલો ભાગ ઉપર રહે એ રીતે પ્લેટ માં ગોઠવી દો. હવે બંને પાવ ઉપર સ્ટફિંગ પાથરો અને પ્રોસેસ્ડ ચીઝ છીણી લો. હવે નીચે ની લાદી ના સ્ટફિંગ ઉપર સમારેલો કાંદો, સમારેલી કોથમીર અને ચાટ મસાલો ભભરાવો। હવે એની ઉપર પાવ ની બીજી લાદી ગોઠવી દો અને હાથ થી હલકું દબાવી દો. હવે ઉપર ના ભાગ પાર ચપ્પુ ની મદદ થી ઉભા અને આડા છીછરા કાપ મુકો.કાપ ની અંદર અને બહાર પાવ ઉપર ગાર્લિક બટર લગાવો.
- 7
હવે પ્રિ હીટ કરેલા ઓવન માં 180 ડિગ્રી પર 5 થી 7 મિનીટ માટે પાવ ને બેક કરી લેવા. તૈયાર ચીઝ ગાર્લીક મસાલા પાવ ને ઈચ્છાનુસાર ગાર્નિશ કરીને સર્વ કરો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
-
ચીઝ મસાલા પાવ(Cheese Masala Pav Recipe in Gujarati)
#GA4#WEEK10#CHEESE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝ એ એક એવું ઘટક છે જે કોઈ પણ વાનગી માં સહેલાઇ થી ભળી જાય છે અને તે વાનગી ને એકદમ સ્વાદિષ્ટ બનાવવા નું કામ કરે છે. મે મસાલા પાવ માં ચીઝ ઉમેરી ને ચીઝ મસાલા પાવ તૈયાર કરેલ છે. Shweta Shah -
ગ્રીલ ચીઝી ગાર્લિક મસાલા પાવ (Grill Cheesy Garlic Masala Paav Recipe In Gujarati)
#GA4 #Week24 NIRAV CHOTALIA -
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#EB આ રીતે બનાવેલા ચીઝ ગાર્લીક પાવ માં મન મુકીને ગાર્લીક અને બટર નો use કરવાનો હોય છે..... 🙂🙂🙂 આ મસલા પાવ એકદમ ચિઝી અને ટેસ્ટી બને છે.. Rinku Rathod -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
-
-
-
-
ગાર્લિક ચીઝ મસાલા બન (Garlic Cheese Masala Bun Recipe In Gujarati)
#GA4#Week 17#Cheese Vaishali Prajapati -
ગાર્લિક બાજરા ના લોટ ના ઢેબરા (Garlic Bajra Flour Dhebra Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#Garlic Sejal Kotecha -
-
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
ચીઝ ગાલીૅક મસાલા પાંઉ (Cheese Garlic Masala Pav Recipe in Gujarati)
#EB#WEEK8#CookpadIndia#Cookpadgujarati#Masalapau Vandana Darji -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
મસાલા પાવ(Masala pav recipe in Gujarati)
#goldenapron3#week24#word#puzzle#pav#માઇઇબૂક#post30 Bhavana Ramparia
More Recipes
ટિપ્પણીઓ (42)