ગટ્ટે કી જૈન સબ્જી (Gatte Ki Jain Sabji Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GTA4
#Week25
#Rajasthani
#cookpadGujarati
#cookpadIndia
રાજસ્થાન રહેતા શકો પ્રદેશ હોવાથી ત્યાં શાકભાજી કાયમ માટે સહેલાઈથી મળતા નથી આથી ત્યાંના ભોજનમાં સુકવણી ના શાક, દાળ નો ઉપયોગ કરીને શાક, લોટ માંથી બનાવેલ શાક વગેરેનો વપરાશ સારા પ્રમાણમાં જોવા મળે છે. અહીં મેં ગટ્ટાનું શાક કોઈપણ પ્રકારની લીલોતરી વગર ઘરમાં પડેલા લોટ અને મસાલામાંથી જ તૈયાર કરેલ છે. ગટ્ટાનું શાક એ રાજસ્થાનનું એકદમ પ્રખ્યાત શાક છે જે મારુ અને મારા પરિવાર જનો નું પ્રિય શાક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. 1 કપચણાનો લોટ
  2. ૧ ચમચોતેલ મોણ માટે
  3. 2 ચમચીતેલ વઘાર માટે
  4. 1/4 ચમચીઅજમો
  5. 1/4 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ચપટીહિંગ
  9. ૧ ચમચીજીરું
  10. 1સૂકું મરચું લાલ
  11. 1/2 કપદહીં
  12. 1/4 ચમચીમેથી નો મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચણાના લોટમાં મરચું,મીઠું, હળદર, મોણ માટેનું તેલ અને અજમો નાખીને મધ્યમથી કઠણ તૈયાર કરી લો. હવે તેના વાટા તૈયાર કરી ચિત્રમાં બતાવ્યા મુજબ તેને ઓરસિયા ઉપરથી વણી લો.

  2. 2

    એક તરફ એક મોટી તપેલીમાં ૪ ગ્લાસ જેટલું પાણી મૂકી તેને ઉકળવા મૂકી દો. હવે ચપ્પા ની મદદથી તૈયાર કરેલ આ વાટા માંથી એકસરખા ટુકડા સમારી લો પછી આ જ રીતે બધા ગટ્ટા તૈયાર કરી અને લો. હવે ત્યાં સુધી પાણી પણ ઉકળી ગયું હશે. ઉકળતા પાણીમાં આ બધા જ ગટ્ટા ઉમેરી લો અને ચમચાની મદદથી થોડી થોડી વારે તેને હલાવતા રહો લગભગ પંદરથી વીસ મિનિટ થશે આ ગટ્ટા ચડી જતા. ચપ્પાની મદદથી ગટ્ટા ને કટ કરીને ચેક કરી લેવું કે ચડી ગયા છે કે નહીં.

  3. 3

    હવે એક તાવડીમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું ઉમેરો જીરું તતડે એટલે તેમાં આખું લાલ મરચું અને હીંગ ઉમેરો પછી બાફેલા ગટ્ટા, હળદર,લાલ મરચું પાઉડર ઉમેરો અને ત્રણ-ચાર મિનિટ માટે તેને સાંતળો. હવે તેમાં દહીં અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો ગઠ્ઠા બાફેલું પાણી પણ તેમાં ઉમેરી દો અને પાંચ મિનિટ બધું બરાબર ઉકળવા દો.

  4. 4

    સર્વિંગ બાઉલમાં તૈયાર ગટ્ટાનું શાક લઈ ઉપરથી મેથીનો મસાલો ભભરાવીને ગાર્નીશ કરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes