દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20/25 મિનિટ
5લોકો
  1. 1 વાટકીઅડદની દાળ
  2. 1/2 વાટકી મગની ફોતરા વગરની દાળ
  3. 1/4 વાટકી ચણાની દાળ
  4. 1 કિલોદહીં
  5. મીઠું જરૂર મુજબ
  6. 1,1/2 વાટકીતેલ તળવા માટે
  7. 3,4 ચમચીમીઠી ચટણી
  8. 2,3 ચમચીલાલમરચું પાઉડર
  9. 2 ચમચીજીરુ પાઉડર
  10. 3 ચમચીઝીણી સમારેલી કોથમીર
  11. 1 વાટકીમસાલાવાળા બી
  12. ચપટીસાજીના ફૂલ
  13. 3ચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

20/25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળને સાફ કરી ધોઈ અને બધી જ દાળને પાણીમાં અલગ-અલગ પલાળવી બેથી ત્રણ કલાક માટે ત્રણ કલાક થઈ જાય પછી 1 મિક્સર જાર લઈ પછી તેમાં આ ત્રણે ત્રણ દાળ નાખવી પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં પાણી બિલકુલ નાખવું નહીં

  2. 2

    દાળ જો સરખી ન પીસી શકાતી હોય તો જ એકથી બે ચમચી પાણી નાખો દાળ એકદમ સ્મુધ પેસ્ટ થઈ જાય ત્યાં સુધી મિક્સરમાં પીસવું હવે તેને એક તપેલીમાં કાઢી લેવું

  3. 3

    ત્યારબાદ તેમાં ૩ ચમચી ચણાનો લોટ,મીઠું, સાજીના ફૂલ તથા એક ચમચી જેટલું ગરમ તેલ તેની ઉપર નાખી ખૂબ ફેટવું જીયા સુધી આ મિશ્રણ થોડું હલકું થઈ જાય ત્યાં સુધી હવે ગેસ ચાલુ કરી તેલ મૂકો

  4. 4

    અને હવે ગરમાગરમ વડા ઉતારો

  5. 5

    હવે વડા માટેની સામગ્રી તૈયાર કરો દહીમાં બ્લેન્ડર ફેરવી લેવું જેનાથી તે એકદમ સ્મૂથ થઈ જશે હવે વાળાને એક પાણીથી ભરેલી તપેલીમાં મૂકો પાંચથી દસ મિનિટ માટે તે વડાની તેમાં જ રાખવા

  6. 6

    હવે પ્લેટિંગ માટે એક પ્લેટ લેવી તેમાં સૌપ્રથમ વળા રાખવા ત્યારબાદ તેના ઉપર દહીં રેડો હવે તેના ઉપર જીરુ પાઉડર ભભરાવો

  7. 7

    હવે લાલ મરચું પાઉડર, મીઠી ચટણી તથા મસાલાવાળા બી નાખો

  8. 8

    હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખો

  9. 9

    તો તૈયાર છે યમ્મી અને ટેસ્ટી બધાને ભાવે એવા જલ્દીથી બની જાય એવી એક ડીશ દહીં વાળા🥣🥣🥣🥣🥣🥣

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર

Similar Recipes