રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામઅડદની દાળ
  2. 50 ગ્રામમગની દાળ
  3. 1મોટું ટામેટું
  4. 2ડુંગળી
  5. ૫-૬કળી લસણ
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. લોટ બાંધવા માટે:
  8. 2 વાડકા ઘઉંનો જાડો લોટ
  9. 1 વાટકો રોટલીનો લોટ
  10. 1/2 વાડકી ચણાનો લોટ
  11. તેલ મોણ માટે અને વઘાર માટે
  12. મીઠું સ્વાદાનુસાર
  13. પાણી જરૂર મુજબ
  14. રૂટિન ના મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળને બાફી લો.કૂકર ઠંડું પડે ત્યાર બાદ એક પેનમાં તેલ લઇ વઘાર કરો.તેમાં જીરુ તતડે એટલે આદુ મરચાની પેસ્ટ અને ઝીણા સમારેલા ટામેટા તેમજ ડુંગળી લસણ એડ કરો.

  2. 2

    આ મિશ્રણ થોડું ચડી જાય ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરો.ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મરચું,મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો અને ખટાશ ઉમેરો.તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેને ઉકળવા દો.

  3. 3

    હવે બાટી બનાવવા માટે સૌપ્રથમ ઉપર જણાવ્યા મુજબના 3 લોટ મિક્સ કરો.તેમાં મીઠું અને મોણ ઉમેરી કણક તૈયાર કરો.

  4. 4

    આ કણકમાંથી લૂઆ કરી તેને બાટી ના કુકરમાં શેકો.બાટી શેકઈ જાય ત્યારબાદ તેને ઘી વાળી કરો.

  5. 5

    હવે રાજસ્થાની બાટી તૈયાર છે. તેને ડુંગળી તેમજ લસણની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

Similar Recipes