રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#GA4
#Week25
#post_25
#rajasthani
#cookpad_gu
#cookpadindia

રાજ કચોરી ભારતની પરંપરાગત છતાં લોકપ્રિય નાસ્તામાંની એક છે. રાજ કચોરી એ મૂળભૂત કચોરી રેસીપીમાં વિવિધતા છે અને તેને ખસ્તા કચોરી અથવા દાળ કચોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખસ્તા ફ્લેકી પોપડાને સંદર્ભિત કરે છે અને તેથી રાજ કચોરી એ વિવિધ ઘટકોથી ભરેલી પોપડો છે. રાજ કચોરી એ એક સ્વાદિષ્ટ ફાઇલિંગ સાંજનો નાસ્તો છે જેમાં મીઠાઇ અને મીઠાથી માંડીને ખાટા અને મસાલાવાળા વિવિધ સ્વાદ હોય છે. આ નાસ્તા મોટાભાગે લગ્ન કાર્યોમાં પીરસવામાં આવે છે. તે રંગીન વાનગી છે અને મોટે ભાગે મહિલાઓને રાજ કચોરીઓનો શોખ હોય છે.

રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)

#GA4
#Week25
#post_25
#rajasthani
#cookpad_gu
#cookpadindia

રાજ કચોરી ભારતની પરંપરાગત છતાં લોકપ્રિય નાસ્તામાંની એક છે. રાજ કચોરી એ મૂળભૂત કચોરી રેસીપીમાં વિવિધતા છે અને તેને ખસ્તા કચોરી અથવા દાળ કચોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખસ્તા ફ્લેકી પોપડાને સંદર્ભિત કરે છે અને તેથી રાજ કચોરી એ વિવિધ ઘટકોથી ભરેલી પોપડો છે. રાજ કચોરી એ એક સ્વાદિષ્ટ ફાઇલિંગ સાંજનો નાસ્તો છે જેમાં મીઠાઇ અને મીઠાથી માંડીને ખાટા અને મસાલાવાળા વિવિધ સ્વાદ હોય છે. આ નાસ્તા મોટાભાગે લગ્ન કાર્યોમાં પીરસવામાં આવે છે. તે રંગીન વાનગી છે અને મોટે ભાગે મહિલાઓને રાજ કચોરીઓનો શોખ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૪૫ મિનિટ
  1. કચોરી નો લોટ બાંધવા માટે
  2. ૧/૨ કપમેંદો
  3. ૨/૩ કપ રવો
  4. ૧/૪ tspબેકિંગ સોડા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૨ tspહળદર નું પાણી
  7. લોટ માં સ્ટફિંગ માટે
  8. ૧/૨ કપચણા નો લોટ
  9. ૧ tspલાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ tspઘી
  12. ૧/૪ tspબેકિંગ સોડા
  13. ૧/૨ કપપાણી
  14. મીઠી ચટણી માટે
  15. ૧ કપરેડીમેડ આમલીની પેસ્ટ
  16. ૧.૫ કપ ગોળ
  17. ૨ કપપાણી (જરૂરિયાત મુજબ)
  18. મીઠી ચટણી માં વઘાર (tempering) માટે
  19. ૧ tbspતેલ
  20. ૧/૨ tspઆખું જીરું
  21. ૧/૨ tspવરિયાળી
  22. ૨-૩ લાલ આખા મરચાં
  23. લીલી ચટણી માટે
  24. ૧/૨ કપતાજો ફુદીનો
  25. ૧ કપલીલા તાજા ધાણા
  26. કળી લસણ
  27. ૩ ઇંચઆદું
  28. લીલા મરચાં
  29. ૧/૨ tspજીરું પાઉડર
  30. ૧ tspચાટ મસાલા
  31. ૧/૨ tspખાંડ
  32. મીઠું સ્વાદાનુસાર
  33. ચપટી જેટલી હીંગ
  34. પાણી જરૂરિયાત મુજબ
  35. કચોરી માં ભરવા(filling) માટે
  36. ૨-૩ ટુકડાબાફેલા બટાકા ના
  37. ૨-૩ ઝીણા સમારેલા કાંદા
  38. ૨-૩ લીલા મરચાં
  39. તાજા લીલા ધાણા
  40. મીઠું સ્વાદાનુસાર
  41. ૧/૨લીંબુ નો રસ
  42. ૧/૨ tspમરી પાઉડર
  43. જરૂરીયાત મુજબ તેલ કચોરી તળવા (ફ્રાય) કરવા માટે
  44. કચોરી ને છેલ્લે બધું સ્ટફિંગ કરી બનાવવા માટે
  45. તૈયાર કરેલી મીઠી ચટણી
  46. તૈયાર કરેલી તીખી (લીલી) ચટણી
  47. દહીં
  48. દળેલી ખાંડ
  49. થોડું પાણી
  50. સેવ
  51. દાડમ ના દાણા
  52. તીખી બૂંદી
  53. સેવ મમરા

રાંધવાની સૂચનાઓ

૪૦-૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મીઠી અને તીખી ચટણી બનાવી લેવી. મીઠી ચટણી બનાવવા માટે તૈયાર આંબલી ની પેસ્ટ, ગોળ અને પાણી ઉમેરી મિક્સ કરી ૬-૭ મિનિટ સુધી બોઇલ થવા મૂકવું. ત્યારબાદ એમાં આદું, લાલ મરચું પાઉડર, મીઠું ઉમેરી ફરીથી ૫ મિનીટ સુધી ઉકાળવું અને ગરણી માં ગાળી લેવું.

  2. 2

    ત્યારબાદ એ મીઠી ચટણી માં વઘાર કરવા માટે એક વઘારીયું માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં જીરું વરિયાળી અને લાલ આખા મરચા ઉમેરી વઘાર તૈયાર કરવો અને એ મીઠી ચટણી માં ઉમેરવું અને મીઠી ચટણી ને ૫ મિનિટ સુધી ઉકળવા દેવું અને ગરણી માં ગાળી લેવું. તૈયાર છે મીઠી ચટણી.

  3. 3

    લીલી ચટણી બનાવવા માટે એક મિક્સી ગ્રાઈન્ડરમાં ફુદીનો, લીલા ધાણા, સુકુ લસણ, આદુ, લીલા મરચાં, જીરુ પાઉડર, મીઠું, ખાંડ, ચાટ મસાલો, હિંગ અને પાણી જરૂરિયાત મુજબ ઉમેરી ગ્રાઇન્ડ કરી લીલી ચટણી તૈયાર કરવી.

  4. 4

    લોટ બાંધવા માટે એક બાઉલ માં રવો, મેંદો, બેકિંગ સોડા, મીઠું અને હળદર નું પાણી ઉમેરી વધારે સોફ્ટ કે વધારે કઠણ નઈ એવો લોટ બાંધી ૧૦-૧૫ મિનિટ લોટ ને રેસ્ટ કરવા મૂકવું.

  5. 5

    બીજી બાજુ લોટ ની અંદર નું સ્ટફિંગ બનાવવા માટે ચણા નો લોટ, લાલ મરચું પાઉડર, મીઠું, ઘી, બેકિંગ સોડા અને પાણી ઉમેરી મધ્યમ કંસિસ્ટન્સી નું સ્ટફિંગ તૈયાર કરવું.

  6. 6

    સૌપ્રથમ બટાકા બાફીને લેવા. ત્યારબાદ કચોરી માં ભરવા(filling) માટે એક બાઉલ માં બાફેલા બટાકા, ઝીણા સમારેલા કાંદા, લીલા મરચાં, તાજા લીલા ધાણા, બ્લેક મીઠું સ્વાદાનુસાર, લીંબુ નો રસ, મરી પાઉડર બધું ઉમેરી બરાબર મિક્સ કરી તૈયાર કરવું.

  7. 7

    આ બધું તૈયાર કર્યા બાદ એક પેણી માં તેલ લઇ ગરમ કરવું કચોરી ફ્રાય કરવા માટે. ત્યારબાદ બાંધેલો લોટ ને ફરીથી થોડું હાથ માં તેલ લગાવી ને મસળવું અને લૂઆ બનાવવા. ઉપર અટામણ નો લોટ સ્પ્રિંકલ કરવો. લૂઆ ને અંગૂઠા થી પ્રેસ કરી અંદર ચણા નાં લોટ વાળુ સ્ટફિંગ કરી ફરીથી કવર કરવું અને કચોરી ને પૂરી ની સાઇઝ માં વણી લેવી.

  8. 8

    તેલ ગરમ થાય એટલે એમાં ધીમી આંચ પર રાજ કચોરી બંને બાજુ ફ્રાય કરવી. એવી રીતે બધી કચોરી ફ્રાય કરવી. બધી કચોરી ને એકદમ ઠંડી થવા દેવી.

  9. 9

    એક બાઉલ માં દહીં, દળેલી ખાંડ અને થોડું પાણી મિક્સ કરી બ્લેન્ડ કરવું અને ગરણી માં ગાળી લેવું. ગળ્યું દહીં તૈયાર કરવું.

  10. 10

    ફાઈનલ રાજ કચોરી માં સ્ટફિંગ કરવા માટે બટાકા નાં મિશ્રણ માં સેવ મમરા પણ ઉમેરી મિક્સ કરવું. ત્યારબાદ કચોરી માં વચ્ચે હોલ કરી અંદર બટાકા વાળુ મિશ્રણ, લીલી - લાલ ચટણી, દહીં, તીખી બૂંદી, કાંદા બધું ઉમેરવું.

  11. 11

    ત્યારબાદ દાડમ ના દાણા, સેવ, ધાણા, ઉપર લાલ સૂકું મરચું પાઉડર સ્પ્રિંકલ કરવું. એટલે તૈયાર છે રાજસ્થાની રાજ કચોરી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes