પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

#cookpad
#cookpadgujarati
#cookpadindia
આમ તો આઈસ્ક્રીમ બનાવવાનો મને બોવ શોખ છે અને ને ઘણી ફ્લેવર્સ ના આઈસ્ક્રીમ બનાવ્યા પણ છે પણ ઘણા સમય થી પાન ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવાનું વિચારતી તી પણ બનાવી નોતિ શકતી પણ આજ મે ફાયનલી બનાવી જ નાખ્યો અને ટે ખરેખર બોવ જ મસ્ત ક્રીમી ક્રીમી અને રેફ્રેશિંગ બન્યો છે. જે માત્ર અડધા લીટર દૂધ માંથી જ બનાવ્યો છે જે આશરે 1 લીટર એટલે કે 2 ફેમિલી પેક જેટલો બન્યો છે તો હું અહી તેની રેસીપી શેર કરું છું

પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#cookpad
#cookpadgujarati
#cookpadindia
આમ તો આઈસ્ક્રીમ બનાવવાનો મને બોવ શોખ છે અને ને ઘણી ફ્લેવર્સ ના આઈસ્ક્રીમ બનાવ્યા પણ છે પણ ઘણા સમય થી પાન ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવાનું વિચારતી તી પણ બનાવી નોતિ શકતી પણ આજ મે ફાયનલી બનાવી જ નાખ્યો અને ટે ખરેખર બોવ જ મસ્ત ક્રીમી ક્રીમી અને રેફ્રેશિંગ બન્યો છે. જે માત્ર અડધા લીટર દૂધ માંથી જ બનાવ્યો છે જે આશરે 1 લીટર એટલે કે 2 ફેમિલી પેક જેટલો બન્યો છે તો હું અહી તેની રેસીપી શેર કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2દિ(30મિં.+12ક)
6 લોકો માટે
  1. 1/2લીટર ફૂલ ફેટ દૂધ ગરમ કર્યા વગર નું
  2. 1 1/2 ચમચીg.m.s. પાઉડર
  3. 1/4 ચમચીc.m.c પાઉડર
  4. 2 ચમચીકોર્ન ફ્લોર
  5. 3 ચમચીમિલ્ક પાઉડર
  6. 1ચમચો મલાઈ
  7. 1/2 કપખાંડ
  8. 1/2 ચમચીવેનીલા એસેનસ
  9. 1/4 ચમચીગ્રીન ફૂડ કલર
  10. 2-3નગર વેલ ના પાન
  11. 2 ચમચીવરિયાળી
  12. 2 ચમચીગુલકંદ
  13. 2-3 ચમચીટુટી ફૂટી
  14. 1પેકેટ જેમ્સ
  15. 4-5ચેરી
  16. 2 ચમચીધાણા દાળ
  17. 1/4 કપપિસ્તા જીણા સમારેલા
  18. 1/4કાજુ જીણા સમારેલા
  19. 2 ચમચીક્રેન બેરી

રાંધવાની સૂચનાઓ

2દિ(30મિં.+12ક)
  1. 1

    સૌ પ્રથમ અડધા લીટર કાચા દૂધ માંથી 1 કપ દૂધ કાઢી લો પછી બાકી ના દૂધ ને ગેસ પર ગરમ કરવા મૂકી દો.

  2. 2

    પછી અલગ કાઢેલા દૂધ માં કોર્ન ફ્લોર, G.M.S.અને cmc પાઉડર અને મિલ્ક પાઉડર ઉમેરી તેનું ગાંઠા વગર નું મિશ્રણ તૈયાર કરી લો

  3. 3

    પછી તેને ગેસ પર ગરમ કરવા મેકેલા દૂધ માં ધીમે ધીમે ઉમેરી ને હલાવતા રહેવું.અને તેમાં ખાંડ ઉમેરવી. પછી તેને થોડી વાર ઉકળવા દેવું ત્યાર બાદ ચમચી માં પાછળ આંગળી થી ચેક કરી લેવું.એક ઘટ્ટ લેયર બનશે.

  4. 4

    ત્યાર બાદ ગેસ બંધ કરી ને તેને સતત હલાવતા રેવું જેથી તેમાં મલાઈ નો બને ત્યાર બાદ તેને રૂમ ટેમ્પ્રેચર માં આવવા દેવું પછી તેને ઉપર થી પ્લાસ્ટિક શીટ થી કવર કરી ને 8-10 કલાક ડીપ ફ્રીઝ કરવું. અથવા ઓવર નાઈટ રેવા દેવું.

  5. 5

    ત્યાં સુધી પાન માટે ની તૈયારી કરી લેવી જેના માટે એક મિક્સિ જાર માં 2 નાગરવેલ ના પાન ને કાપી ને ઉમેરવા પછી તેમાં ગુલકંદ,ટુટી ફૂટી,વરિયાળી,ધાણા દાળ ઉમેરવા મારી પાસે પાન મુખવાસ હતો એટલે મે પાન નો મુખવાસ ઉમેર્યો છે

  6. 6

    પછી આ મિશ્રણ ને પીસી લેવું એકદમ બારીક ન પિસવું. અધકચરું પિસ્વું. પછી એક બાઉલ માં આ પેસ્ટ ને કાઢી લેવું.અને તેને એક કપ માં કાઢી લેવું. આગળ આ પેસ્ટ નો ઉપયોગ કરશું.

  7. 7

    ત્યાર બાદ સવારે આઈસ ક્રીમ બેઝ ને ફ્રીઝ માંથી બહાર કાઢી ને ચપુ થી વચ્ચે કાપા પાડી દેવા અને તેને ઇલેક્ટ્રિક બિટર થી પેલા લો સ્પીડ પર બીટ કરવું.

  8. 8

    આ પ્રોસેસ 7-8 મિનિટ કરવી પેલા 2 મિનિટ લો સ્પીડ પર પછી હાઈ સ્પીડ પર બીટ કરવું બીટ કરતી વખતે એમાં ½ ચમચી વેનીલા અસેન્સ ઉમેરવું તેમજ ઘર ની ફ્રેશ મલાઈ અથવા ફ્રેશ ક્રીમ ઉમેરી ને બીટ કરવું

  9. 9

    પછી આઈસક્રીમ ડબલ થી વધુ થાય અને ક્રીમી ટેક્સચર આવી જાય ત્યાં સુધી બીટ કરવું.ત્યારબાદ તેમાં પાન ની તૈયાર કરેલ પેસ્ટ ઉમેરી ને બીટ કરવું.અને ½ ચમચી ગ્રીન ફૂડ કલર ઉમેરવો.

  10. 10

    અને થોડી વાર બીટ કરવું.ત્યાર બાદ એક પ્લાસ્ટિક ના ડબ્બા માં આ મિશ્રણ 1/2 ભરવું પછી તેની પર ટુટી ફૂટી,કાજુ,પિસ્તા,ચેરી અને ક્રેન બેરી તેમજ જેમ્સ ઉમેરી ને પાછું આઈસક્રીમ નું મિશ્રણ ઉમેરવું.અને પાછું ઉપર ટુટી ફૂટી,ડ્રાય ફ્રુટ તેમજ જેમ્સ, ક્રેનબૅરી,ચેરી ઉમેરી ને ઉપર પ્લાસ્ટિક બેગ થી કવર કરી ને ઢાંકણ ઢાંકી દેવું.

  11. 11

    અને ઓવર નાયટ કે 8-10 કલાક ફ્રીઝ માં સેટ થવા દેવું.8-10 કલાક કે ઓવર નાઈટ સેટ થયા પછી તેને બાર કાઢી લેવો અને ચેક કરી લેવું કે બરાબર જામી ગયો છે કે નઇ.

  12. 12

    હવે તેને એક કાચ ના કપ માં કે આઈસ્ક્રીમ કપ માં સર્વ કરવો. અને ઉપર ચેરી થી અને ટુટી ફૂટી થી ગાર્નિશ કરો.તૈયાર છે એકદમ રિફ્રેશિંગ પાન આઈસક્રીમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna Mavadiya
પર

Similar Recipes