મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#CT
#cookpadindia
#cookpadgujrati
મુંબઈ સરદાર સ્પેશ્યલ પાવભાજી ઈન માય સ્ટાઈલ.
બાળકો ને અને મોટા ને બધા ને પાવભાજી તો બહુ જ ભાવે છે. એમાં પણ મુંબઈ ની પાવભાજી ....પછી તો પૂછવાનું j નહિ હે ને....પાવભાજી આ રીતે બનાવીએ તો એકદમ જ હેલ્થી બને છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે.એક વખત આ style થી બનાવશો ,પછી બીજી નહિ ભાવે. ટેક્સચર અને કલર પણ એકદમ રેસ્ટોરન્ટ જેવા જ.તો ચાલો....

મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec

#CT
#cookpadindia
#cookpadgujrati
મુંબઈ સરદાર સ્પેશ્યલ પાવભાજી ઈન માય સ્ટાઈલ.
બાળકો ને અને મોટા ને બધા ને પાવભાજી તો બહુ જ ભાવે છે. એમાં પણ મુંબઈ ની પાવભાજી ....પછી તો પૂછવાનું j નહિ હે ને....પાવભાજી આ રીતે બનાવીએ તો એકદમ જ હેલ્થી બને છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે.એક વખત આ style થી બનાવશો ,પછી બીજી નહિ ભાવે. ટેક્સચર અને કલર પણ એકદમ રેસ્ટોરન્ટ જેવા જ.તો ચાલો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭ નંગટામેટા
  2. ૧ કપલીલા તાજા વટાણા
  3. ૧૦૦ ગ્રામ દૂધી
  4. ૫૦ ગ્રામ ફ્લાવર
  5. ૧૦૦ ગ્રામકોબી
  6. ૫- ૬ ફણસી
  7. ગાજર(optional)
  8. મોટું કેપ્સિકમ
  9. કાચા કેળા/ બટાકા
  10. કાંદા લસણ (ખાતા હોય તો)
  11. ૪- ૫ લીલા મરચા
  12. પાવભાજી મસાલો બનાવવા માટે:
  13. ૫ tspઆખા ધાણા
  14. ૩ tspઆખું જીરું
  15. ૧ tspવરિયાળી
  16. ૬-૮ કાશ્મીરી સુકા મરચા
  17. 1/2 tspસુકા મેથી દાણા
  18. ૧ ટુકડોતજ
  19. તજ પત્તા
  20. ચક્રીફૂલ
  21. ૫-૬ લવિંગ
  22. મોટો એલચો
  23. ૧ tspઆખા મરી
  24. 1/4 tspહળદર
  25. ૧ tspઆમચૂર પાઉડર
  26. 1/2સૂંઠ પાઉડર
  27. ૧ tspકાશ્મીરી મરચું પાઉડર
  28. ૧ tspચંચળ પાઉડર
  29. લાલ પેસ્ટ બનાવવા માટે:
  30. ૪ tspકાશ્મીરી લાલ મરચું પાઉડર
  31. ૨ tspતેલ
  32. પાણી જરૂર મુજબ
  33. ૪ tspબટર
  34. ૨ tspતેલ
  35. લાદી પાવ
  36. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાવભાજી મસાલો બનાવવા: એક પેન માં પહેલા આખા ધાણા,જીરું અને વરિયાળી ને સ્લો ફકેમ પર શેકો.કલર ચેન્જ ન થવો જોઈએ. એ શેકાય જાય એટલે બીજી પ્લેટ માં કાઢી લો.પછી તેમાં તજ પત્તા,તજ,લવિંગ,મેથી એલચો,ચક્રીફુલ,મરી શેકી લો.તેને પણ અલગ કાઢી લી.તેના પછી સુકા લાલ મરચા અલગ થી શેકી લો.આ બધા ને શેકાતા અલગ અલગ ટાઈમ લાગે છે તેથી અલગ અલગ શેકવા.બધું ઠંડું થઈ જાય એટલે તેમાં હળદર,લાલ મરચું,આમચૂર, સુઠ અને સંચળ એડ કરી મિક્સર જાર માં વાટી લો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી પાવભાજી મસાલો. આને આખું વર્ષ સાચવી શકાય છે.

  2. 2
  3. 3

    કોબી,ફ્લાવર,ગાજર ને બારીક સમારી લો.વટાણા,બધા શાક,કેળા/ બટાકા ને અલગ અલગ બાઉલ માં મૂકી ને કૂકર માં બાફી લો. બ્લેન્ડર થી અધ કચરું બ્લેન્ડ કરી લો.એકદમ ફાઈન પેસ્ટ નહિ. અને બહુ જાડું પણ નહિ.વટાણા થોડા જ ક્રશ કરવા.બાકી ના આખા જ સાઇડ પર રાખવા.

  4. 4
  5. 5

    લાલ પેસ્ટ બનાવવા એક બાઉલ માં લાલ મરચું તેલ અને પાણી મિક્સ કરી ને તેને ૫ મિનિટ માટે હલાવો..એક સાઇડ રહેવા દો.(લસણની ચટણી ખાતા હોય તો તે)

  6. 6

    ટામેટા અને લીલા મરચા ને ચોપર માં ક્રશ કરી લો.(કાંદા ખાતા હોય તો તેને પણ બારીક ચોપ કરી લો.લસણ ની ચટણી પણ થોડી પાતળી કરી લી.)

  7. 7

    કેપ્સિકમ બારીક સમારી લો.

  8. 8

    એક મોટા પેન માં બટર અને તેલ ગરમ કરો, પાવભાજી માં બટર તો છૂટ થી નાખવા પડે હો....તેમાં કેપ્સિકમ એડ કરી સાતડો.(કાંદા ખાતા હોય તો, તે અને લસણ ની ચટણી એડ કરી સાતડો.) પછી તેમાં ક્રશ કરેલા ટામેટા એડ કરો.સાતડો.

  9. 9
  10. 10

    તેલ એકદમ છૂટું પડે એટલે તેમાં ક્રશ કરેલા શાક એડ કરવા. હલાવવું એકરસ થાય એટલે મીઠું એડ કરવું.સાઇડ પર રાખેલા આખા વટાણા પણ એડ કરી દેવા.જરૂર મુજબ પાણી નાખી સ્લો flem પર ઉકળવા દો.તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી ઉપર થી કોથમીર ભભરાવી દો.તો તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ જેવું texture અને કલર.તેના થી પણ ચટપટી તીખી ચટાકેદાર મુંબઈ special પાવભાજી.

  11. 11
  12. 12

    લાલ પેસ્ટ માં થોડું સંચળ, પાણી,બટર,થોડી કોથમીર એડ કરો.એક તવા માં બટર ગરમ કરો તેમાં ૧ ચમચી આ પેસ્ટ એડ કરી પાવ ને બંને બાજુ ફટાફટ શેકી લો.બળવું n જોઈએ.સલાડ અને લીંબુ સાથે સર્વે કરો.

  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes