ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe in Gujarati)

RITA
RITA @RITA2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2વ્યક્તિ માટે
  1. 500mLખાટી છાશ
  2. 3 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીઘી
  4. 1 ચમચીતેલ
  5. 2 નંગલીલાં મરચાં જીણા સમારેલા
  6. 1કટકો આદુ ખમણેલું
  7. મીઠું સ્વાદ મુજબ
  8. વઘાર માટે
  9. 1/2 ચમચીરાઈ
  10. 1 ચમચીજીરુ
  11. 1/2 ચમચીહીંગ પાઉડર
  12. 1 ટુકડોતજ
  13. 2,3લવીંગ
  14. 2,3પતા તમાલપત્ર
  15. 4,5દાણા મરી
  16. 1/2 ચમચીનાની મેથી
  17. 1/4 ચમચીહળદર પાઉડર
  18. 3 ચમચીગોળ
  19. 2 ચમચીસમારેલી ધાણાભાજી
  20. 2,3 નંગલાલ સુકા મરચાં
  21. 2ચકરી બાદીયા

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    પહેલા એક તપેલી છાશ લઈ તેમાં ચણાનો લોટ મીક્ષ કરી લેવો. બ્લેન્ડર થી ક્રશ કરી લેવુ. હવે તેમાં મીઠું, લીલા મરચાં જીણા સમારેલા અને ખમણેલું આદુ નાખી દેવું. હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર છાશ ની તપેલી મુકી દેવી.

  2. 2

    ગેસ ની ફલેમ મીડીયમ રાખવી. સતત હલાવવુ. નહીંતર લોટ નીચે બેસી જશે. હવે તેમાં ગોળ નાખી દેવો. કહેવત છે કે સાત ઉભરા ની કઢી. સાત ઉભરા આવે એટલે ચણાનો લોટ ચણી ગયો હોય.

  3. 3

    હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર એક વધારીયુ મુકી તેમાં તેલ અને ઘી મુકી ગરમ થાય એટલે તેમાં પહેલા રાઈ અને મેથી દાણા નાખી ને તતડે એટલે તેમાં તજ,લવીંગ, મરીઅને બાદીયા નાખી ને સાંતળવું. આ બધું સતળાઈ જાય એટલે તેમા જીરુ અને હીંગ પાઉડર નાખી સહેજ તતડે એટલે તેમાં લાલ સુકા મરચાં નાખી સતળાઈ જાય એટલે વધાર કઢી મા નાખી ઢાંકી દેવું.

  4. 4

    કઢી નો વધાર થઈ ગયો છે.

  5. 5

    કઢી દસ મીનીટ ઉકળવા દેવી.તો તૈયાર છે આપણી સહુની પ્રિય એવી ઘરે ઘરે બનતી ગુજરાતી કઢી.

  6. 6

    મે કઢી ને ભાત અને પાપડ સાથે સર્વ કરી છે. તો તૈયાર છે ગરમાગરમ આપણી સહુની પ્રિય એવી ગુજરાતી કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
RITA
RITA @RITA2
પર

Similar Recipes