પાઉં ભાજી પુલાવ (Pavbhaji Pulao Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846
શેર કરો

ઘટકો

૩૦-૩૫ minute
૨ લોકો
  1. વાટકો બાસમતી ચોખા
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગટામેટા
  4. ૧ વાટકીવટાણા
  5. ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ચમચીપાઉં ભાજી મસાલો
  8. ૩ ચમચીબટર
  9. ૧ ચમચીજીરૂ
  10. ૨-૩ નંગ તજ લવિંગ
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧/૨ ચમચીમરચું પાઉડર
  13. ૧/૪હળદર
  14. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ minute
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને તેમાં જરૂર મુજબ નું મીઠું નાખી ને ચોખા તૈયાર કરી લો.

  2. 2

    ત્યારબાદ એક પેન માં બટર લઇ તેમાં જીરું, તજ અને લવિંગ નાખી ડુંગળી ટામેટા અને મરચા નાખી અને ઉપર જરૂર મુજબ નું મીઠું નાખો.

  3. 3

    ત્યારબાદ થોડું ચડી ગયા બાદ. તેમાં પાણી નાખી અને થોડી ટામેટા ની પ્યુરી એડ કરો.

  4. 4

    ત્યાર બાદ વટાણા માં મીઠું નાખો અને તેને બાફી લો.

  5. 5

    પછી ઉપર નું ગ્રેવી માં હળદર, મરચું પાઉડર, પાઉં ભાજી મસાલો અને ગરમ મસાલો ઉમેરો.

  6. 6

    અને ત્યારબાદ તેમાં બાફેલા રાઈસ ને મિક્સ કરો. અને બધું બરાબર મિક્સ કરો.

  7. 7

    અને તૈયાર થાય ત્યારબાદ તેને એક પ્લેટ માં અનમોલ્ડ કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes