ચોળાફળી (Cholafali Recipe in Gujarati)

Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312

ચોળાફળી એ ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. તહેવાર કે મોટા પ્રસંગે અથવા તો ઘણા બધા પરિવારજનો કે મિત્રો ભેગા થવાના હોય ત્યારે ચોળાફળી અવશ્ય યાદ આવે છે. ઘરે પણ ઘણી આસાનીથી ચોળાફળી બનાવી શકાય છે. ચોળાફળી સોફ્ટ અને ક્રિસ્પી બને તે માટે તેનો લોટ સરસ બંધાય તે જરૂરી છે. તમે જો નીચે જણાવેલી રીત પ્રમાણે ચોળાફળી બનાવશો તો બધા વખાણ કરતા નહિં થાકે.તમે પણ ટ્રાય કરજો મને કમેન્ટ સેકશન માં જરૂરથી કહેજો કેવી બને છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
4 જણ
  1. ૨ મોટા ચમચાચણા નો લોટ
  2. 1/2 કપ અડદ નો લોટ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ચપટીખાવાનો સોડા
  5. ૧ ચમચીસંચળ
  6. ૧ ચમચીમરચું
  7. ૧ ચમચીધાણાજીરું
  8. પાણી જરૂર મુજબ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચણાનો લોટ, અડદની દાળનો લોટ એક મોટા વાડકામાં લઈ બરાબર મિક્સ કરો.હવે તપેલી માં માપસરનું પાણી ગરમ થવા મુકો.હવે હૂંફાળા પાણીમાં માપસર મીઠું અને ચપટી ખાવાનો સોડા ઉમેરો. થોડા પ્રમાણમાં હૂંફાળુ પાણીને લોટમાં ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    કડક લોટ બંધાય ત્યાં સુધી બરાબર લોટ ગૂંથો. તેને પાતળા કપડાથી કવર કરો અને 10 મિનિટ સુધી સાઈડમાં રાખો.

  3. 3

    આ કડક લોટને દસ્તો લઈને ટીપો. લોટ નરમ પડે અને તેનો રંગ થોડો લાઈટ થાય ત્યાં સુધી તેને ટીપવો જોઈએ. ત્યારપછી એ લોટના નાના લૂઆ પાડી દો. ખાસ યાદ રાખો કે લૂઆને ઢાંકેલા રાખો નહિં તો લોટ સૂકાઈ જશે.

  4. 4

    આ લૂઆને બને તેટલા પતલા વણો અને એ માટે અટામળ માં મેંદા નો ઉપયોગ કરો જેથી ખેંચવામાં આસાની રહે ને એકદમ પતલા વણાય.અને વણતી વખતે બાકી ના લુઆ ને ઢાંકી ને રાખવા જેથી સુકાઈ ના જાય.

  5. 5

    ચોળાફળીના લૂઆ વણાઈ જાય પછી બનાવેલા રોટલા ને બહું સુકાવા ના દેવા ૫-૧૦ મિનિટ માં તળી લેવા.તેના કાપીને લાંબા ટુકડા કરવા.

  6. 6

    મિડિયમ આંચ પર તેલ ગરમ કરો. ત્યાર બાદ એક પછી એક ચોળાફળી નાંખીને તેને ડીપ ફ્રાય કરો. આ દરમિયાન એક વાટકામાં સંચળ અને લાલ મરચાનો પાઉડર મિક્સ કરીને તૈયાર રાખો.

  7. 7

    ચોળાફળી લાઈટ બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને મધ્યમ ગેસ પર જ તળો. થોડી વારમાં ચોળાફળી ફૂલવા માંડશે. ચોળાફળી તળાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને તેના પર મસાલો છાંટી દો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Jinkal Sinha
Jinkal Sinha @jinkal_2312
પર

Similar Recipes