કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો માટે
  1. 1/2 કપકાજુ ના ફાડા
  2. 1/2 કપભાવનગરી ગાંઠીયા
  3. 1મોટી ડુંગળી
  4. 1લીલુ મરચુ
  5. 1 ચમચીલસણની ચટણી
  6. 1ટામેટું
  7. 1/2 ગ્લાસઘાટી છાસ
  8. 3 ચમચા તેલ
  9. 1તજનો ટુકડો
  10. 1તમાલપત્ર
  11. 2સુકા લાલ મરચા
  12. ચપટીહીંગ
  13. 1 1/2 ચમચીજીરૂ
  14. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  15. 1/2 ચમચીહળદર
  16. સ્વાદમુજબ મીઠુ
  17. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ મા તેલ ગરમ કરવુ.ત્યારબાદ તેમા કાજુના ટુકડા તળી એક વાસણ મા કાઢી લેવા.

  2. 2

    હવે તેલ મા જીરૂ, તજ,તમાલપત્ર અને સૂકા મરચા નાખી દેવા.

  3. 3

    ત્યારબાદ હીંગ નાખી ડુંગળી અને મરચા નાખી સાતળી લો.તેમા લસણની ચટણી નાખી બરાબર હલાવી લો.

  4. 4

    ત્યારબાદ તેમા બધા મસાલા નાખી1 મિનિટ મસાલાને ચડવા દો.

  5. 5

    ત્યારબાદ તેમા ટમેટાના ટુકડા નાખી તેને ચળવા દો.ટામેટાં ચડી જાય એટલે તેમા છાસ નાખી ચમચા વડે એકધારુ 1મિનીટ સુધી હલાવવુ

  6. 6

    ત્યારબાદ તેમા 1 કપ પાણી નાખી ઉકળવા દો.પાણી ઉકળી જાય એટલે તેમા કાજુ ના ટુકડા નાખી 5 મિનિટ સુધી ચડવા દો.

  7. 7

    પાણી ધટ થાય એટલે તેમા ગાઠીયા નાખી હલાવીને ગરમ મસાલો નાખી.1 મિનિટ માટે શાક ને ચડવા દો.

  8. 8

    હવે કાજુ ગાઠીયા નુ શાક તૈયાર છે.તેની ઉપર કોથમીર છાંટી સરવિંગ ડિસમા લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

Similar Recipes