ઈટાલીયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_27440992

ઈટાલીયન લઝાનીયા (Italian Lasagna Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મિનિટ
4 થઈ 6 લોકો માટ
  1. રેડ ગ્રેવી માટે:
  2. 4 મિડીયમ ટામેટા,
  3. 1 સુકુ લાલ મરચું
  4. ચપટી ખાંડ
  5. વ્હાઈટ ગ્રેવી :
  6. 3 ચમચી બટર
  7. 2 ચમચી મેંદો
  8. ખાંડ
  9. મીઠું
  10. સફેદ મરી પાઉડર
  11. 4 ચમચી ચીઝ છીણેલુ
  12. 1 કપ ગરમ દૂધ
  13. સ્ટફીગ :
  14. 1બાઉલ ઝીણી સમારેલી પાલક
  15. 1બાઉલ મકાઈ, ગાજર, કેપ્સિકમ મીકસ
  16. થોડા લીલા વટાણા
  17. 1/4 ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  18. 2 ચમચી તેલ
  19. 1/4 ચમચી ઓરેગાનો
  20. 1/4 ચમચી જીરું પાઉડર
  21. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  22. 1/4 ચમચી મરી પાઉડર
  23. લઝાનીઆ સેટ કરવા માટે :
  24. 4 મિડીયમ સાઈઝ ની કાચી પાકી રોટલી ઘર ની
  25. ચીઝ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટા લાલ મરચું ને આખા જ કુકરમાં બાફી લો. પછી તેની સ્કિન કાઢીને તેને મીક્ષર મા ક્રશ કરી તેમાં ખાંડ નાખી ગેસ પર મૂકી તેને ઘટ્ટ થાય ત્યાં સુધી ગ્રેવી કરવી. ઔ

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરો તેમા આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળવું તેમા ગાજર સાંતળો પછી કેપ્સિકમ કોન વટાણા નાખવા બરાબર ચડી જાય એટલે તેમાં પાલક નાખી ચડવા દો. પછી ઓરેગાનો ચલી ફ્લેક્સ નાખી હલાવી લેવું.

  3. 3

    એક કેક પેન મા પહેલાં બટર, બન્ને ગ્રેવી સ્પ્રેડ કરવુ.

  4. 4

    એક નોનસ્ટિક પેનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો શેકાવા દેવુ બરાબર શેકાઈ જાય પછી તેમા ગરમ દૂધ નાખતાં જાવ ગઠા ના પડે તે ધ્યાનમાં રાખીને હલાવતા રહો પછી છીણેલુ ચીઝ ઉમેરવું પ્રોપર્ હલાવી તેમા સફેદ મરી પાઉડર નાખીને મિક્સ કરો.

  5. 5

    સ્પ્રેડ કરેલી પેન મા પહેલાં રોટલી મુકવી તેના પર બન્ને ગ્રેવી સ્પ્રેડ કરવી.

  6. 6

    ગ્રેવી સ્પ્રેડ કર્યા બાદ તેના પર જે કોર્ન પાલક નુ સબજી તેના પર પાથરવુ.

  7. 7

    આમ એક પછી એક લેયર કર્યા બાદ છેલ્લે ઉપર ચીઝ છીણવુ અને ગેસ ઓવન હોય તો પ્રી હીટ કરવુ પછી ઓવન મા બેક કરો. 15 થઈ 20 મિનિટ સુધી બેક કરો.

  8. 8

    આ રીતે બેક કરી લો.

  9. 9

    હવે પીસીસ કરો તેને ગરમા ગરમ સર્વ કરો.

  10. 10
  11. 11

    ગ્રેવી સ્પ્રેડ કર્યા બાદ તેના પર જે કોર્ન પાલક નુ સબજી તેના પર પાથરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Patel
Amita Patel @cook_27440992
પર

ટિપ્પણીઓ

Similar Recipes