મિર્ચી પકોડા (Mirchi Pakoda Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

મે મહિનામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદી માહોલ વચ્ચે આજે મિર્ચી પકોડાનો પ્રોગ્રામ બની ગયો. ગરમા ગરમ પકોડા જે એકદમ સરળ અને સહજ રીતે બનાવી શકાય છે.

મિર્ચી પકોડા (Mirchi Pakoda Recipe In Gujarati)

મે મહિનામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદી માહોલ વચ્ચે આજે મિર્ચી પકોડાનો પ્રોગ્રામ બની ગયો. ગરમા ગરમ પકોડા જે એકદમ સરળ અને સહજ રીતે બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
2 વ્યક્તિ
  1. 5-7મરચાં
  2. ➡️ સ્ટફીંગ માટે
  3. 3બાફેલા બટાકાનો માવો
  4. 1/2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  5. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીશેકેલી ક્રશડ ધાણી
  8. 1 ચમચીશેકેલા શીંગદાણાનો ભૂકો
  9. 1/2 ચમચીલીંબુનો રસ
  10. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  11. 1/4 ચમચીબ્લેક સોલ્ટ
  12. 1 ચમચીસમારેલી કોથમીર
  13. સ્વાદાનુસાર મીઠું
  14. ➡️ ખીરૂં માટે
  15. 1 કપચણાનો લોટ
  16. 2 ચમચીકોર્ન ફ્લોર
  17. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  18. 1/4 ચમચીહળદર
  19. 1/4 ચમચીક્રશડ અજમો
  20. 1/4 ચમચીમરી પાઉડર
  21. 1/4 ચમચીમરી પાઉડર
  22. 1/4 ચમચીબેકિંગ સોડા
  23. 1/4 ચમચીબેકિંગ પાઉડર
  24. 1/2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  25. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચાં ધોઈ કાપા પાડીને બી કાઢવા. એક બાઉલમાં ખીરૂં માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    સ્ટફિંગ માટે એક વાસણમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી મરચાં માં સ્ટફીંગ ભરી લો.

  3. 3

    હવે તેલ ગરમ થાય એટલે ભરેલા મરચાં ખીરૂં માં બોળી તળી લો.

  4. 4

    તૈયાર છે ગરમા ગરમ મિર્ચી પકોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes