જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

#PS
ઘુઘરા જામનગર નું ફેમસ ચટપટુ સ્ટીટફુડ છે.

જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)

#PS
ઘુઘરા જામનગર નું ફેમસ ચટપટુ સ્ટીટફુડ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
8 થી 10 નંગ
  1. 2 વાટકા મેંદાનો લોટ
  2. 500 ગ્રામબટાકા
  3. 1 વાટકીસેવ્
  4. 1/2 વાટકીમસાલા શીગ્
  5. લસણ ની ચટણી ટેસ્ટ મુજબ
  6. રાજકોટ ની ચટણી ટેસ્ટ મુજબ
  7. મીઠી ચટણી ટેસ્ટ મુજબ
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1/2 ચમચીઆમચુર પાઉડર
  10. 1/2 ચમચીમરચુ પાવડર્
  11. 1/2 ચમચીધાણાજીરું
  12. 2 ચમચીધાણાભાજી
  13. 3/4કપ્ તેલ મોંણ માટે
  14. તેલ તળવા માટે
  15. સ્વાદ મુજબ મીઠું
  16. પાણી જરુર મુજ
  17. ચપટીહીંગ
  18. 1જીણી સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    લોટ માં તેલ,મીઠું નાખી પૂરી કરતા થોડો ક્ઠ્ણ્ લોટ બાંધો.1/2 ક્લાક્ રેસ્ટ આપો

  2. 2

    બાફીને મેંશ કરેલા બટાકા માં મીઠું, ધાણાભાજી,મરચુ, ગરમ મસાલો, આમચુર પાઉડર નાખી મસાલો રેડી કરવો.આ મસાલો થોડો લાઇટ ટેસ્ટ વાળો જ્ કરવા માં આવે છે

  3. 3

    વગારીયાં માં થોડું તેલ્ લઈ હીંગ્ નાંખી બટાકા નાં પૂરણ્ માં વગાર કરો

  4. 4

    હવે લોટ ના એક સરખા લૂઆ કરો.એક્ લૂવો લઈ તેને નાની પૂરી વાણી તેમા પૂરણ્ ભરો.બે ભાગ ને પાણી થી ચોડી ઘુઘારા નો શેઇપ્ આપો

  5. 5

    તેલને ગરમ કરો. ઘુઘરાને તેમા ઘીમા તાપે તળો.ઘીમા તાપે તળવા થી જ્ ક્રીસ્પી થશે.

  6. 6

    હવે ઘુઘરા ને વચ્ચે કાણું પાડી તેની ઉપર 3 જાત ની ચટણી,સેવ્ મસાલા શીગ, ડુંગળી, ધાણાભાજી નાખી સર્વ્ કરો ચટપટા ગરમ ગરમ ધૂધરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes