લીલી ડુંગળી ની કઢી (Green Onion Kadhi Recipe in Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. ૨૫૦ મી. લિ છાસ
  2. ૩ ચમચીચણા નો લોટ
  3. ૧ ચમચીવાટેલા આદુ, મરચા, લસણ ની પેસ્ટ
  4. ૨ ચમચીલીલું લસણ
  5. ૨ ચમચીલીલી મેથી ભાજી
  6. ૧ ચમચીસૂકી ડુંગળી
  7. ૧/૨ વાડકીલીલી ડુંગળી
  8. ૨ ચમચીલીલું લસણ
  9. સૂકા લાલ મરચા
  10. ૮-૧૦ મીઠા લીમડા ના પાન
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૪-૫ ચમચી કે સ્વાદ અનુસાર ગોળ
  13. ૩-૪ ચમચી ઘી
  14. ૧/૪ ચમચીહળદર
  15. જીરુ
  16. હિંગ
  17. ૪-૫ લવિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    છાસ માં ચણા નો લોટ નાખી બરાબર મિક્સ કરી લેવું, ગાંગડા ના રહી જાય એનું ધ્યાન રાખવું.

  2. 2

    હવે એક પેન મા ઘી લઈ એમાં જીરુ,હિંગ, લવિંગ અને સૂકા લાલ મરચા નાખી દો.

  3. 3

    હવે એમાં સમારેલી સૂકી ડુંગળી અને આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લો. હવે ડુંગળી સંતળાઈ જાય પછી એમાં મેથી ભાજી અને લીલું લસણ નાખી ૫ મિનિટ સાંતળી લો.

  4. 4

    બધું બરાબર સંતળાઈ જાય એટલે એમાં હળદર નાખી લોટ વાળું મિક્સર ઉમેરી મિક્સ કરી લેવું.

  5. 5

    હવે એને બરાબર ઉકળવા દો, થોડું ઉકળે એટલે એમાં ગોળ ઉમેરી એક ઉભરકવે ત્યાં સુધી થવા દો.

  6. 6

    ઉપરથી ધાણા નાખી ગરમ ગરમ રોટલા, પરાઠા કે ભાત સાથે સર્વ કરો.

  7. 7

    મારે ત્યાં આ શિયાળા ની ઋતુ માં રોટલા સાથે બહુ બને છે.

  8. 8

    ફોટોસ પેહલા ના છે. લેટ પોસ્ટ...બધાને હવે આવતા winter મા કામ લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes