લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar

લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 15 નંગલીલી ડુંગળી
  2. 4 નંગટામેટાં
  3. 5કળી લીલું લસણ
  4. 1/2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. કોથમીર
  6. 1 ચમચીજીરું
  7. 1/2 ચમચી બટર
  8. 3 સ્પૂનતેલ
  9. 1 નંગસૂકું મરચું
  10. 2 ચમચીમરચું પાઉડર
  11. 1 ચમચીધાણાજીરું પાઉડર
  12. 1/2 ચમચીહળદર પાઉડર
  13. 1 ચમચીગરમ મસાલો
  14. ચપટીહિંગ
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા લીલી ડુંગળી, ટામેટાં અને લીલા લસણ ને જીણું જીણું સમારી લેવા.

  2. 2

    ત્યાર બાદ એક કડાઈ માં તેલ અને બટર મૂકવું.

  3. 3

    હવે તેમાં જીરું એડ કરવું. પછી તેમાં હિંગ નાખી ને લીલા લસણ નો વઘાર કરવો.

  4. 4

    ત્યાર બાદ લસણ થોડું કકળી જાય એટલે ટામેટાં એડ કરવા. અને ટામેટાં ને એકદમ એકરસ થવા દેવા.

  5. 5

    હવે ટામેટાં થઇ જાય એટલે આદુ મરચા ની પેસ્ટ અને લીલી ડુંગળી એડ કરવી. હવે તેમાં બધા જ મસાલા એડ કરી દેવા.

  6. 6

    હવે તેને ઢાંકી ને ચડવા દેવું અને થોડીવાર પછી જોઈ લેવું કે સરખા મસાલા ચળી ગયા છે.

  7. 7

    તો તૈયાર છે લીલી ડુંગળી ટામેટાં નું શાક. તેને રોટલી અને લસણ ની ચટણી સાથે સર્વ કરવું. 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes