વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

આની રેસીપી ઝૂમ કૂકિંગ સેશન માં વિરાજ ભાઈ પાસેથી શીખી હતી .
પેહલી વાર બિરયાની બનાવી અને ખરેખર એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ હતો

વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)

આની રેસીપી ઝૂમ કૂકિંગ સેશન માં વિરાજ ભાઈ પાસેથી શીખી હતી .
પેહલી વાર બિરયાની બનાવી અને ખરેખર એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ હતો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ભાત બનાવતી વખતે
  2. 3 કપબાફેલા બાસમતી ચોખા
  3. ૧ સ્પૂનકાજુ (ભાત માં બાફતી વખતે નાખેલા
  4. ૪-૫ નંગ લવિંગ
  5. ૮-૧૦ મરી દાણા
  6. ૨-૩ નંગ ઈલાયચી
  7. તમાલપત્ર
  8. મેરિનેસન માટે
  9. વાટકો બાફેલા શાકભાજી (વટાણા,ફ્લાવર, ફણસી, ગાજર)
  10. ૧ નંગકેપ્સિકમ સમારેલુ
  11. ૧ નંગડુંગળી સમારેલી
  12. ૧ કપદહીં
  13. આખા લાલ મરચાં
  14. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૧/૪ ચમચીહળદર પાઉડર
  16. ફુદીના ના પાન
  17. ૧/૪ કપતળેલી ડુંગળી
  18. મીઠું સ્વાદાનુસાર
  19. કોથમીર
  20. વઘાર માટે
  21. ૧ ચમચીતેલ
  22. ૧/૪ ચમચીજીરૂ
  23. ૨ચમચી ઘી
  24. ચમચા પાણી
  25. ૨ચમચી કેસર વાળું દૂધ
  26. કોલસો અને કેવડા નું પાણી ઓપ્શનલ છે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પહેલા બાસમતી ચોખા ને ખડા મસાલા નાખીને બાફી લેવાના. અને થોડા ઠંડા થવા દેવાના. ચોખા નો દાણા છુટ્ટા રાખવા.

  2. 2

    હવે એક મિક્સર જાર લઇ એમાં 1/2 દહીં અને ૩ ચમચી તળેલી ડુંગળી ઉમેરી સ્મુથ પીસી લો અને એક બાઉલ માં કાઢી લો.

  3. 3

    હવે બાઉલ માં બાકી નું દહીં, આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી દો અને તેમાં બિરયાની મસાલા, હળદર, લાલ મરચું, કોથમીર, તળેલી ડુંગળી અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો અને એમાં બાફેલા શાક નાખો.
    મીઠું થોડુક વધારે નાખવું.

  4. 4

    હવે એક હેવી બોટમ કઢાઈ લઇ એમાં તેલ અને ઘી ઉમેરી જીરું તેમજ ખડા મસાલા ઉમેરી વઘાર કરો અને લાંબી સમારેલી ડુંગળી ઉમેરી થોડી સાંતળો અને પાછું સમારેલું કેપ્સીકમ ઉમેરો.

  5. 5

    હવે તૈયાર કરેલ મેરીનેસન કડાઈ માં ઉમેરી બધું મિક્સ કરો અને ફુદીનો ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી કુક કરો.

  6. 6

    હવે એમાંથી થોડું મિશ્રણ સાઈડ માં કાઢી લો. બચેલા મિશ્રણ ઉપર રાંધેલા ભાત નું એક લેયર કરો. ઉપર તળેલી ડુંગળી અને ફુદીનો ઉમેરો, થોડું ઘી ઉમેરી દો, ફરી શાક નું લેયર કરી ઉપર ભાત નું લેયર કરો.

  7. 7

    બસ તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની વેક દમ બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

Similar Recipes