ભીંડાની સુકવણી (Bhinda Sukavni Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#Fam
ભીંડાની કાચલી/સુકવણી
આ મારી દાદી ની રેસિપિ છે.. અને અમારા બધાના ઘરમાં આ બને જ. મારી મમ્મી અને મારી બધી કાકી - ફોઈ આ બનાવે જ. એટલે એમની પાસેથી જાણી અને શીખીને મેં આ કાચલી બનાવવાનો try કર્યો. પણ બહુ જ સરસ બની છે...

જમણવાર હોય ઘરમાં એટલે ભીંડાની, મરચાની અને ગુવારની કાચલી તો હોય જ ... એ ખાવામાં કચ કચ ના બોલે તો મજા જ ન આવે...😀
આમ તો આ સુકવણી કહો કે કાચલી , એ ભાદરવા મહિનામાં બહુ તાપ હોય ત્યારે બનાવો તો સારું પણ મેં ઉનાળામાં try કર્યો તો પણ સારી જ બની છે...પણ ભીંડા થોડા મોંઘા પડે ...

હું એ રેસિપિ અહીંયા share કરું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોભીંડા
  2. ખાટી છાશ
  3. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ભીંડાને બરાબર ધોઈ કોરા કરી લો. પછી તેની ઉભી ઉભી ચીરી કાપી લો. ચીરી બહુ નાની નહીં કરવાની.

  2. 2

    એક તપેલીમાં મીઠું નાખેલી છાશ તૈયાર કરો. અને બધી ભીંડાની ચીરીઓ ડૂબે એટલી છાશ બનાવવી. અને પછી બધી ચીરીઓ એ છાશ માં નાખી દેવી. ચીકણું લાગશે પણ ૩-૪ કલાક માટે ડુબાડીને રાખવી.

  3. 3

    પછી એક સુતરાઉ કાપડમાં બધી છાશ વાળી ચીરીઓ છૂટી છૂટી સુકવી દેવી. અને 3-4 દિવસ માટે બરાબર તડકો આપવો. અને પછી તે કડક થઇ જાય એટલે કે એ સુકવણીનો અવાજ આવવો જોઈએ એટલે પછી તેને હવા ન લાગે તેવા ડબ્બામાં (air tight container)માં ભરી લો. જ્યારે જોઈએ ત્યારે તળીને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes