વેનીલા આઈસ્ક્રીમ in ચોકલેટ બોલ(Vanilla icecream chocolate ball Recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

વેનીલા આઈસ્ક્રીમ in ચોકલેટ બોલ(Vanilla icecream chocolate ball Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. આઇસ્ક્રીમ બનાવવા માટે:
  2. 1કપ દૂધ
  3. 1કપ ફ્રેશ ક્રીમ
  4. 1ચમચી કોર્ન ફ્લોર
  5. ૪ ચમચી ખાંડ
  6. 1ચમચી વેનીલા એસેન્સ
  7. ચોકલેટ બાઉલ બનાવવા માટે :
  8. 100 ગ્રામ ચોકલેટ કમ્પાઉન્ડ
  9. ગાર્નિશ માટે: ચેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોનૅ ફ્લોર ને ઠંડા દૂધમાં મિક્સ કરી લો.હવે તેને ગેસ પર દૂધ ઘાટું થાય ત્યાં સુધી મિક્સ કરો. હવે ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો. ઠંડુ થવા દો.

  2. 2

    હવે એક મિક્સર જારમાં ફ્રેશ ક્રીમ, દૂધ નું ઠંડુ કરેલું મિશ્રણ અને વેનિલા એસેન્સ એડ કરો.બરાબર પીસી લો.(આમ કરવાથી આઈસક્રીમના મિશ્રણ માં બબલ આવે છે અને આઈસ્ક્રીમ સોફ્ટ બને છે) હવે આ મિશ્રણને એર ટાઈટ ડબ્બામાં ભરી આઠ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દો.

  3. 3

    ચોકલેટ બનાવવા માટે: કમ્પાઉન્ડ ચોકલેટને એક બાઉલમાં લઈ લો.એનાથી મોટું બાઉલ માં ગરમ પાણી કરો અને ડબલ બોઈલર પદ્ધતિથી ચોકલેટ મેલ્ટ કરો. એક વાટકી ઊંઘી કરી તેમજ સિલ્વર ફોઈલ લગાવો તેની ઉપર ચોકલેટનું મિશ્રણ સ્પ્રેડ કરો.આ ઊંધી વાટકીને દસ મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દો દસ મિનિટ પછી વાટકી માથી ધીરે-ધીરે સિલ્વર ફોઈલ કાઢી લો.ચોકલેટ બાઉલ તૈયાર થઈ જશે.

  4. 4

    ચોકલેટ બાઉલ અને આઈસ્ક્રીમ તૈયાર છે હવે તેને સર્વ કરી લઈએ. સર્વ કરવા માટે સૌપ્રથમ ચોકલેટ બાઉલની અંદર એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ એડ કરો તેની ઉપર ચેરી ડેકોરેટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes