કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
ચાર વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ કારેલા ની છાલ
  2. 1 વાડકીઘઉંનો કકરો લોટ
  3. 3 ચમચીચણા નો લોટ
  4. 3 ચમચીદહીં
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. 2 ચમચીધાણાજીરું પાઉડર
  7. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીદળેલી ખાંડ
  10. જરૂર મુજબ મીઠું
  11. થોડી લીલા કોથમીર સમારેલી
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કારેલાને છોલીને ધોઈ લેવી

  2. 2

    એક પેનમાં ઘઉંનો લોટ લેવો તેની અંદર ચણાનો લોટ ઉમેરીને મસાલો કરવો.

  3. 3

    ત્યારબાદ કારેલાંની છાલ નીચોવીને તેમાં લોટની અંદર નાખો કોથમીર પણ અંદર નાખવી.

  4. 4

    ત્યારપછી તેની અંદર થોડું માોયણ અને દહીં ઉમેરીને લોટ બાંધી લેવો.

  5. 5

    ત્યાર પછી તેના નાના નાના મુઠીયા વાળી લેવા.

  6. 6

    એક લોયામાં તેલ મૂકીને ધીમા તાપે તળી લેવા બધા.

  7. 7

    ત્યાર પછી તેને સર્વિંગ ટ્રેમાં કાઢીને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes