તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

ડ્રાયફ્રૂટ કચોરી અને ખસ્તા કચોરીની જેમ જ થોડાક ફેરફાર સાથે બને છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25-30 નંગ
1 કલાક
  1. ➡️પડ બનાવવા માટે,
  2. 1+1/2 કપ મેંદો
  3. 2 ટેબલ સ્પૂનઘી
  4. 1/2 ટીસ્પૂનમીઠું
  5. ➡️મસાલો બનાવવા માટે,
  6. 1/2 કપભાવનગરી મોળા ગાંઠીયા
  7. 1/2 કપરતલામી સેવ
  8. 2 ટેબલ સ્પૂનશીંગદાણા
  9. 2 ટેબલ સ્પૂનતલ
  10. 1 ટેબલ સ્પૂનસૂકા ધાણા
  11. 1 ટેબલ સ્પૂનવરિયાળી
  12. 12-15કાળા મરી
  13. 1તજનો ટુકડો
  14. 3-4લવિંગ
  15. 2 ટેબલ સ્પૂનખાંડ
  16. 1/4 ટીસ્પૂનમીઠું
  17. 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  18. 1 ટીસ્પૂનધાણાજીરુ
  19. 1/2 ટીસ્પૂનહળદર
  20. 1 ટીસ્પૂનગરમ મસાલો
  21. 1/4 ટીસ્પૂનસંચળ પાઉડર
  22. 8-10સૂકી આમલી
  23. ➡️તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25-30 નંગ
  1. 1

    એક કઢાઇમાં તલ,વરીયાળી,સૂકા ધાણાને શેકી લેવા. તેને અલગ કાઢી તે જ કઢાઇમાં મરી,તજ,લવિંગ ને પણ સરસ શેકી લેવા.તે જ રીતે શીંગદાણા શેકી લેવા. બધું ઠંડું થવા દેવું.

  2. 2

    એક નાની વાડકી માં અડધી ભરાય તેટલું ગરમ પાણી લઇ, અડધા કલાક માટે આમલી પલાળવી. પછી તેને મિક્સર જારમાં પીસી, ગાળીને જાડો પલ્પ બનાવવો.

  3. 3

    એક બાઉલમાં મેંદો લઇ તેમાં ઘી અને મીઠું નાખી કઠણ મુલાયમ લોટ બાંધવો. લોટ ઢીલો ના બંધાય તેનું ધ્યાન રાખવું. 1 ચમચી મેંદો અલગ કાઢી તેની સ્લરી કે લઇ બનાવવી. લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપવો. પછી તેના નાની પૂરી બને તેવા 25-30 લૂઆ કરી લેવા.

  4. 4

    એક મિક્સર જારમાં મરી,તજ,લવિંગને ઝીણા પીસવા. તેમાં તલ,વરિયાળી,ધાણા નાખી ફરી પીસવું.

  5. 5

    પછી તેમાં જ શીંગદાણા,ખાંડ,મીઠું,લાલ મરચું,હળદર,ધાણાજીરુ,સંચળ પાઉડર,ગરમ મસાલો નાખી છેલ્લી વાર પીસી લેવું. સરસ ઝીણો ભૂકો કરવો. આ પાઉડર ને એક બાઉલમાં કાઢી લેવો.

  6. 6

    હવે તે જ મિક્સર જારમાં સેવ અને ગાંઠીયા ને ઝીણા અધકચરા રહે તેવા પીસી લેવા. અને તેને પીસેલા મસાલામાં ઉમેરી દેવા.

  7. 7

    એક કઢાઇમાં1 ચમચી તેલ ગરમ કરી તેમાં ચપટી હીંગ નાખી 2 ટેબલ સ્પૂન જેટલો આમલીનો પલ્પ ઉમેરવો. હલાવી ગેસ બંધ કરી બનાવેલો મસાલો તેમાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવો. ઘુઘરાનો મસાલો તૈયાર છે.

  8. 8

    એક લૂઓ લઇ પાતળી પૂરી વણી કાંટાથી પ્રીક કરવી. અડધા ભાગમાં 1 ચમચી જેટલો મસાલો મૂકી કિનારી પર થોડીક સ્લરી લગાવી પૂરી બંધ કરવી. અને કિનારી પર કાંગરી કરી લેવી. જેથી ઘુઘરો સીલ થાય અને સરસ ડિઝાઇન બને. બધા ઘુઘરા આ રીતે તૈયાર કરી લેવા.

  9. 9

    તેલ ગરમ મૂકી બિલકુલ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. તીખા ઘુઘરા તૈયાર છે. 8-10 દિવસ સુધી સારી રહે છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (19)

દ્વારા લખાયેલ

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes