ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#week9
ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે.

ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

#EB
#week9
ચાઈનીઝ ભેળ એક ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ છે. ચાઈનીઝ ભેળ ફ્રાઇડ નુડલ્સમાં ચાઈનીઝ સોસ અને વેજિટેબલ્સ ઉમેરી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ચાઇનીઝ સોસ વાપરવાથી ચાઇનીઝ ફ્લેવર સરસ આવે છે. નાના-મોટા સૌને આ ચાઈનીઝ ભેળનો સ્વાદ પસંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 લોકો માટે
  1. 1 પેકેટ હક્કા નુડલ્સ
  2. 1 Tspમીઠું
  3. બોઇલ કરવા માટે પાણી
  4. 1 Tspતેલ
  5. તળવા માટે તેલ
  6. 1 Tbspતેલ
  7. 7-8કળી લસણ
  8. 1ઈંચ આદુંનો ટુકડો
  9. 1/2 કપલાંબી સમારેલી ડુંગળી
  10. 1/2 કપલાંબુ સમારેલું ગાજર
  11. 1/2 કપલાંબુ સમારેલું કેપ્સીકમ
  12. 1/2 કપલાંબુ સમારેલું કોબી
  13. 1/4 કપબાફેલી મકાઈના દાણા
  14. 1 Tbspસોયા સોસ
  15. 1 Tspસેઝવાન સોસ
  16. 1 Tbspટોમેટો સોસ
  17. સ્વાદ અનુસારમીઠું
  18. 1/2 કપસમારેલા લીલી ડુંગળીના પાન

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    હક્કા નુડલ્સ ને એક મોટા વાસણમાં ઉકળતા પાણીમાં મીઠું ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે બોઇલ કરવાના છે. જેથી તે 90% જેટલા કૂક થઇ જવા જોઈએ.

  2. 2

    હવે આ નૂડલ્સને એક સ્ટ્રેઇનરમાં ટ્રાન્સફર કરી તેનું પાણી નિતારી લેવાનું છે અને તેના પર થોડું તેલ લગાવી દેવાનું છે જેથી નુડલ્સ ચોંટી ન જાય.

  3. 3

    પાણી નિતારેલા આ નૂડલ્સને એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હાઇ ફ્લેમ પર ફ્રાય કરી લેવાના છે. અને તેને સાઈડ પર રાખી દેવાના છે.

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ખમણેલું લસણ, ખમણેલું આદુ અને લાંબી સમારેલી ડુંગળી ઉમેરવાની છે. અને તેને સાતળી લેવાની છે.

  5. 5

    હવે તેમાં સમારેલું ગાજર અને સમારેલું કેપ્સિકમ ઉમેરવાનું છે.

  6. 6

    લાંબી સમારેલી કોબી અને બાફેલી મકાઈના દાણા ઉમેરવાના છે. બધુ બરાબર રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ માટે હાઈ ફ્લેમ પર કૂક થવા દેવાનું છે.

  7. 7

    હવે તેમાં સોયા સોસ, સેઝવાન સોસ, ટોમેટો સોસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે.

  8. 8

    બધુ બરાબર રીતે મિક્સ કરી તૈયાર કરેલા તળેલા નુડલ્સ તેમાં ઉમેરવાના છે. સર્વ કરવું હોય તે સમયે જ નુડલ્સ ઉમેરવા.

  9. 9

    બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. સમારેલી લીલી ડુંગળી વડે ગાર્નીશ કરી સર્વ કરી શકાય.

  10. 10

    મેં આ રીતે સેઝવાન સોસ અને લીલી ડુંગળી સાથે સર્વ કર્યું છે.

  11. 11
  12. 12
  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes