દાલ મખની (Dal makhni recipe in Gujarati)

દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ અને રાજમા ને ધોઈને છ થી આઠ કલાક માટે પલાળી રાખવા. (આખા અડદ ના બદલે અડદની દાળ પણ વાપરી શકાય. જો પલાળવાનો સમય ના હોય તો થોડું વધારે પાણી ઉમેરીને વધારે સમય માટે પ્રેશર કુક કરવું.) છ થી આઠ કલાક પછી બોળેલું પાણી નિતારી એકવાર ફરી ધોઈને પ્રેશર કુકરમાં 4 કપ પાણી ની સાથે અડદ અને રાજમા ઉમેરી દેવા. કુકર માં કાપેલા લીલા મરચાં, આદુ લસણ ની પેસ્ટ, સૂકા લાલ મરચાં, ટામેટા ના ટુકડા, મીઠું અને 3 ટેબલસ્પૂન ઘી ઉમેરવું. હવે ૩૦ થી ૪૦ મિનિટ માટે અથવા તો આઠ થી દસ વ્હિસલ વાગે એ રીતે મીડીયમ તાપ પર પકાવવું.
- 2
કુકર ને એની જાતે ઠંડુ થવા દેવું. અડદ અને રાજમા બરાબર બફાઈ ગયા હોવા જોઈએ. દાળને ચમચાથી ના પાછળના ભાગથી થોડું દબાવી ને એકરસ કરતાં જવું અને હલાવતા જવું જેથી કરીને દાળ એકદમ ક્રિમી બને છે. પાણી ઉમેરવાની જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું.
- 3
એક વાસણમાં બે ટેબલસ્પૂન ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને તમાલપત્ર ઉમેરવા. જીરુ નો રંગ બદલાય એટલે તેમાં ઝીણા સમારેલા કાંદા, આદું અને લસણની પેસ્ટ ઉમેરીને 2 મિનીટ માટે સાંતળવું. હવે તેમાં લાલ મરચું ઉમેરી બાફેલી દાળ માં ઉમેરી ને બરાબર હલાવી લેવું. 20 થી 25 મિનિટ માટે ધીમા તાપે પકાવવું.
- 4
હવે તેમાં ગરમ મસાલો, કસૂરી મેથી, બટર અને ફ્રેશ ક્રીમ ઉમેરીને હલાવી લેવું અને ગેસ બંધ કરી દેવો.
- 5
દાલ મખની ને બટર અને ફ્રેશ ક્રીમ સાથે ગાર્નિશ કરીને ગરમા ગરમ પીરસવી.
Similar Recipes
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
-
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ મખની (Daal Makhni Recipe in Gujarati)
#GA4#week1#post2#Punjabi#ટ્રેડિંગ#week2#દાલ_મખની ( Daal Makhni Recipe in Gujarati ) દાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. મારી નાની દીકરી ને તો આ દાલ મખની બવ જ ભાવે છે. કારણ કે આમાં રાજમાં ઉમેરવામાં આવ્યા છે તો રાજમાં એના ફેવરિટ છે. Daxa Parmar -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
જૈન દાલ મખની (Jain Daal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dalmakhani મારા ઘરમાં સૌથી પ્રિય ડીશ છે દાલ મખની મારા બાળકોને ખૂબ જ ભાવે છે Nipa Shah -
દાલ મખની
#પંજાબી પંજાબી વાનગીઓ ની વાત આવે એટલે તેમાં દાલ મખની તો હોય જ. આ રીતે સ સ્વાદિષ્ટ દાલ મખની તૈયાર કરો. Bijal Thaker -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
દાલ મખની(Dal Makhni Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpadgujaratiઆખા અડદ ની દાળ નો ઉપયોગ દાલ મખની બનાવામાં થાય છે.અડદ એ એક કઠોળ છે.આનું શાસ્ત્રીય નામ વીગ્રા મુંગો છે.દક્ષિણ એશિયા મા ઉગાડવા મા આવે છે.આ કઠોળ નુ મૂળ ઉદ્ધમ ભારત મનાય છે.પ્રાચીન સમય થી ભારત મા અડદ ખવાતા આવ્યા છે.અને તે ભારત ના સૌથી મોંઘા કઠોળમાં નુ એક છે.અડદ ના ઉત્પાદન માં આધપ્રદેશમાં ગુંટુર જિલ્લો પ્રથમ ક્રમાકે આવે છે. Mittal m 2411 -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpad_gu#foodforlife1527 દાલ મખની એક પંજાબી દાલ છે. જે પ્રોટીન અને એનર્જીથી ભરપૂર હોય છે. આજે મે દાલમખની સાથે રાજસ્થાની ફેમસ બાફલા બાટી બનાવી. બહુ મજા આવી. Sonal Suva -
જૈન દાલ મખની (Jain Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ પંજાબ ખૂબ જ પ્રખ્યાત ડિશ છે.પંજાબ માં ઢાબા ની દાલ મખની વધારે ખવાય છે.આજે મે જૈન દાલ મખની બનાવી છે#ટ્રેડિંગ Nidhi Sanghvi -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
-
-
દાલ મખની
#પંજાબી પંજાબ ની પસંદિત દાળ મખની બધાને ખૂબ જ પસંદ છે. ખાવા માં સ્વાદિષ્ટ હોવા ની સાથે તે પ્રોટીન અને ફાઇબર થી ભરેલી છે. Rani Soni -
દાલ મખની અને જીરા રાઇસ (Dal makhni and Jeera rice recipe in gujarati)
નોર્થ ઇન્ડિયા ની ને ખાસ પંજાબની બહુ જ ફેમસ ને ટેસ્ટી ડીશ છે. દાલ મખની કે જેને કાલી દાલ પણ કહેવાય છે એ આખા અડદ અને તેમાં થોડા રાજમા ના કોમ્બીનેશનથી બને છે. સાથે બહુ બધું માખણ અને મસાલા ને સ્પાઇસીસ ઉમેરીને બનાવાય છે. આ દાલને જેમ વધારે વાર કુક કરીએ તેમ એમાં સ્વાદ વધે છે. ક્રીમ ને માખણથી વધારે ક્રીમી ને સ્વાદિષ્ટ બને છે.આ દાલ જીરા રાઇસ સાથે કે પરાઠા સાથે સામાન્ય રીતે ખવાય છે...#નોર્થ#પોસ્ટ1 Palak Sheth -
દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17દાલ મખની પંજાબી આઇટમ છે. તેની સાથે લછા પરાઠા અને જીરા રાઇસ ખુબ જ સરસ લાગે છે. આમા બટર નો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. એટલે ટેસ્ટમાં ખુબ જ સારી લાગે છે. Nisha Shah -
દાલ મખની (Dal makhni recipe in gujarati)
#સુપરશેફ4મને આ સ્વાદિષ્ટ વાનગી, મારી સહેલી સરસ્વતી એ શીખવાળી છે. આ પંજાબી દાલ જીરા રાઈસ, નાન, પરાઠા અથવા રોટલી સાથે ખવાય છે. Kavita Sankrani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
અમારા ઘરમાં શનિવારે લંચ માં અડદ બને .તો આજે મેં દાલ મખની બનાવી છે. Sonal Modha -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
#Vasantmasala#aaynacookeryclubપંજાબી રેસીપીસ ચેલેન્જWeek2#SN2 : પંજાબી ટ્રેડિશનલ દાલ મખનીપંજાબી રેસીપી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે પંજાબી ડિશમાં ભરપૂર મસાલા ઘી અને બટર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એટલે વધારે ટેસ્ટી લાગે છે તો આજે મેં પંજાબી ટ્રેડિશનલ દાલ મગની બનાવી. Sonal Modha -
દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાલ બુખારા એક ક્લાસિક પંજાબી સ્ટાઇલ ની ગ્રેવીવાળી દાળ છે. આ દાળ બનાવવા માટે આખા કાળા અડદનો ઉપયોગ કરવામાં આવે છે. આ અડદમાં પ્રોટીન ઘણા સારા પ્રમાણમાં હોય છે. આ દાલ બુખારામાં ફ્રેશ ક્રીમ અને માખણને પણ ઉમેરવામાં આવે છે જે આ દાલને એક ક્રીમી અને સિલ્કી ટેક્સચર આપે છે. દાલ બુખારાનો સ્વાદ પંજાબી દાલ મખનીને થોડો મળતો આવે છે. દાલ બુખારાને રોટી અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
દાલ મખની ડબલ તડકા (Dal Makhani Double Tadka Recipe In Gujarati)
આજે શનિવાર.. લંચ માં દાલ મખની અને જીરા રાઈસ બનાવ્યા.. Sangita Vyas -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#DRદાળ રેસીપીસ આ પંજાબની ફેમસ દાળ છે જે લંગરમાં...લગ્ન પ્રસંગો માં અને ઢાબા તેમજ રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. આખા અડદ અને રાજમાં ના ઉપયોગ થી બનાવવામાં આવે છે.આ દલમાં બટર અને ક્રીમ નો ઉપયોગ કરવાથી રીચ ટેસ્ટ આવે છે.જરૂર બનાવજો..... Sudha Banjara Vasani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રવિવાર સાંજે ફેમિલી ડિનર.... દાલ મખની ને નાનKhyati Trivedi#Fam Khyati Trivedi -
દાલ મખની
# સુપરસેફ -૪પોસ્ટ-૨# દાલ રાઇસઆપ જાણો જ છો નામ વાચી યાદ આવશે કે આ એક પંજાબની અતિ પ્રિય વાનગી છે. તો ચાલો આજે પંજાબી લોકોની આ પ્રિય વાનગી આપણે તૈયાર કરીયે. Hemali Rindani -
દાલ મખની ફોન્ડયુ
આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે Disha Prashant Chavda -
દાલ મખની(dal makhni in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_20 #સુપરશેફ1 #week1 #શાક_કરીદાલ મખની ઘણા લોકો થી સરખી નથી બનતી અથવા સબ્જી નો કલર સારો નથી આવતો... જો આ માપ સાથે અને રીત સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે... જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla
More Recipes
ટિપ્પણીઓ (22)