ઘટકો

1 કલાક
4 થી 5 લોકો
  1. 1 વાટકો ઘઉં ના ફાડા
  2. 3 +1/2 વાટકા પાણી
  3. 1 વાટકો છીણેલો ગોળ
  4. 5-6 ચમચીઘી
  5. 1વાટકો બદામ પિસ્તા ની કતરી
  6. 2 ચમચીકિશમિશ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા મોટા કૂકર મા 5 થી 6 ચમચી ઘી નાખીને તેમાં ઘઉં માં ફાડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવા.

  2. 2

    ત્યારબાદ તેમાં ગરમ કરેલી સાડા 3 વાટકા પાણી નાખી ને કૂકર ની 4 થી 5 સિટી બોલાવી લેવી. અને તેમાં કિશમિશ,બદામ નાખી દેવા

  3. 3

    ત્યાર બાદ કૂકર ઠંડુ પડે એટલે ખોલી ને તેમાં 1 વાટકો છીણેલો ગોળ નાખી ને સતત હલાવતા રેવું... હવે તેમાં ગોળ મિક્સ થી જશે ને ઘી છૂટું પડી જશે.. એટલે લાપસી તૈયાર થી જશે. હવે એક બાઉલ મા લાપસી કાઢી ને તેની ઉપર ડ્રાય ફ્રુટ નાખી ને ગરમાગરમ પીરસવી.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes