ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#MRC
#cookpadindia
#cookpadgujarati

હેલો ફ્રેન્ડ્સ !!!
કેમ છો તમે બધા???

આશા છે મજામાં હશો. અહીંયા monsoon સ્પેશ્યલ એવી ભગત મુઠીયા ની રેસિપી લઈને આવી છું. ભગત મુઠીયા એકદમ તીખા અને ચટાકેદાર હોય છે. ચોમાસામાં ભગત મુઠીયા ખાવાની મજા જ અલગ હોય છે. ભગત મુઠીયા ને ગરમ ગરમ પીરસવામાં આવે છે. આ રેસિપી હું મારી સખી પાસે શીખી છું. એકદમ સરળ અને ફટાફટ બની જાય એવી રેસિપી છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ ભગત મુઠીયા ની રેસીપી...... આ અહીંયા સાઉથ ગુજરાતમાં ખૂબ ફેમસ વાનગી છે. એક બાજુ વરસતો વરસાદ હોય અને બીજી બાજુ ગરમાગરમ ભગત મુઠીયા ખાવાની મજા જ કંઈ અલગ હોય છે.

ભગત મુઠીયા (Bhagat Muthia Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#MRC
#cookpadindia
#cookpadgujarati

હેલો ફ્રેન્ડ્સ !!!
કેમ છો તમે બધા???

આશા છે મજામાં હશો. અહીંયા monsoon સ્પેશ્યલ એવી ભગત મુઠીયા ની રેસિપી લઈને આવી છું. ભગત મુઠીયા એકદમ તીખા અને ચટાકેદાર હોય છે. ચોમાસામાં ભગત મુઠીયા ખાવાની મજા જ અલગ હોય છે. ભગત મુઠીયા ને ગરમ ગરમ પીરસવામાં આવે છે. આ રેસિપી હું મારી સખી પાસે શીખી છું. એકદમ સરળ અને ફટાફટ બની જાય એવી રેસિપી છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ ભગત મુઠીયા ની રેસીપી...... આ અહીંયા સાઉથ ગુજરાતમાં ખૂબ ફેમસ વાનગી છે. એક બાજુ વરસતો વરસાદ હોય અને બીજી બાજુ ગરમાગરમ ભગત મુઠીયા ખાવાની મજા જ કંઈ અલગ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5-6 વ્યક્તિઓ માટે
  1. મુઠીયા માટે:
  2. 1 કપ- ચણાની દાળ
  3. 1/2 કપ ઝીણાો સમારેલો ફુદીનો
  4. 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
  5. 1- મોટો નંગ ઝીણી સમારેલી ડુંગળી
  6. 1/2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. પાણી જરૂરિયાત મુજબ
  11. તળવા માટે તેલ
  12. ચપટીખાવાનો સોડા
  13. ગ્રેવી માટે:
  14. 5-6 નંગઝીણી સમારેલી ડુંગળી
  15. 2 નંગ - ટામેટા ની પેસ્ટ
  16. 1 નંગ - બાદિયુ
  17. 1- ટુકડો તજ
  18. 4-5 નંગકાળા મરી
  19. 1/2 ચમચી - ગરમ મસાલો
  20. 2 ટેબલ સ્પૂન- રેશમ પટ્ટી લાલ મરચું
  21. 1/2 ચમચી હળદર
  22. 1/2 ચમચી બેસન
  23. 2 ટેબલ સ્પૂનઝીણું સમારેલું આદુ લસણ
  24. 5-6 ચમચીતેલ
  25. મીઠું સ્વાદ અનુસાર
  26. લીલા ધાણા ઉપરથી નાખવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને બરાબર બે થી ત્રણ વાર પાણીથી ધોઈને ચાર કલાક માટે પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ એક મિક્સર જારમાં ચણાની દાળને ખૂબ ઓછા પાણી સાથે અધકચરી વાટી લો. ત્યાર બાદ એમાં ફુદીનો કોથમીર અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. હવે આદુ-મરચા-લસણની પેસ્ટ અને હળદર નાખી દો. મીઠું સ્વાદ અનુસાર નાખો. હવે આ મુઠીયા ના ખીરા ને થોડી વખત ઢાંકી ને સાઈડ પર મૂકી રાખો.

  3. 3

    હવે એક મોટા કુકરમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે આદું, લસણ અને ડુંગળી ઉમેરો. હવે તેલમાં ખડા મસાલા ઉમેરી દો.

  4. 4

    ડુંગળીની પેસ્ટ બે ત્રણ મિનિટ સુધી સાંતળવા દો. ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરીને 1/2 ચમચી બેસન ઉમેરો. જેથી ગ્રેવી ઘટ્ટ બને. હવે તેલ છૂટું પડવા માંડે એટલે બાકીના બીજા બધા મસાલા ઉમેરી દો.

  5. 5

    હવે ગ્રેવીમાં 1/2 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરી દો. ત્યારબાદ કૂકરના ઢાંકણ ઢાંકીને બે whistle વગાડી લો. હવે ગ્રેવી ને એક બીજા મોટા વાસણમાં કાઢી લો.

  6. 6

    હવે મૂઠિયાં આ ખીરામાં 1/2 ચમચી ખાવાનો સોડા ઉમેરીને બરાબર હલાવી લો. બહુ વધારે વખત હલાવવું નહીં નહીંતર ખીરું ઢીલું થઇ જશે. એક પેણીમાં તેલ લઈને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ફોટા માં બતાવ્યા મુજબ મુઠીયા તળી લો.

  7. 7

    મુઠીયા ને ગોલ્ડન રંગ ના તળી લેવા. હવે તૈયાર કરે તેવી વાળા બેન ને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો. ત્યારબાદ દેવી ની અંદર તૈયાર કરેલ મુઠીયાને ઉમેરી દો. જે સમયે ખાવા માટે પીરસવા ના હોય એ જ સમયે ગ્રેવીની અંદર મુઠીયા ઉમેરવા. નહિતર મુઠીયા તેલ અને ગ્રેવી નું પાણી ચૂસી લેશે.

  8. 8

    તો રેડી છે હવે મસ્ત ગરમા ગરમ અને મસાલેદાર ભગત મુઠીયા......😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

Similar Recipes