ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#ff2
#EB
#week15
આ ભેળ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. તેમાં તમારા સ્વાદ મુજબ વસ્તુઓ એડ કરી શકો છો, આ ઉપરાંત કોઈ 1-2 વસ્તુ ઉપ્લબ્ધ ન હોય તો પણ બની શકે.

ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

#ff2
#EB
#week15
આ ભેળ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. તેમાં તમારા સ્વાદ મુજબ વસ્તુઓ એડ કરી શકો છો, આ ઉપરાંત કોઈ 1-2 વસ્તુ ઉપ્લબ્ધ ન હોય તો પણ બની શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
4 સર્વિંગ
  1. તળેલી વસ્તુઓ
  2. 1 કપબટેટાની વેફર
  3. 1 કપફરાળી ભૂંગળા
  4. 1 કપસાબુદાણા ની ચકરી
  5. 1 કપસાબુદાણા ના પૌઆ
  6. 1/2 કપતળેલા સાબુદાણા
  7. 1/4 કપતળેલા શિંગદાણા
  8. 1 કપફરાળી ચેવડો
  9. અન્ય વસ્તુઓ
  10. 1 કપસાબુદાણા ની ખીચડી
  11. 1/2 કપખજુર આમલીની ચટણી
  12. 1 ટે.સ્પૂનલાલ મરચાની પેસ્ટ
  13. 1 નંગસમારેલું જમરૂખ
  14. 1 નંગસમારેલી કાકડી
  15. 1 નંગસમારેલું ટમેટું
  16. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ તળેલા વેફર, ભૂંગળા, પૌંઆ, સાબુદાણા ની ચકરી, સાબુદાણા, શિંગદાણા તથા ફરાળી ચેવડો મિક્સ કરવા. વેફર મોટી હોય તો હાથેથી તોડી લેવી.

  3. 3

    સાબુદાણા ને 5-6 કલાક ડૂબતાં પાણી માં અથવા છાશમાં પલાળવા. બટાકા બાફી લેવા. હવે પલાળેલા સાબુદાણા માં મીઠું, મરચું, હળદર અને ખાંડ એડ કરી મિક્સ કરવું. પેનમાં તેલ લઈ જીરું નું વઘાર કરવું. બાફીને સમારેલું બટેટું એડ કરવું. મીઠું તથા હળદર એડ કરી સાબુદાણા એડ કરવા. મિક્સ કરવું. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય એટલે ફલૅમ બંધ કરવી. સાબુદાણા ની ખિચડી તૈયાર છે.

  4. 4

    કાકડી, ટમેટું અને જમરૂખ ને ઝીણા સમારી લેવા. ખજૂર આમલીની ચટણી બનાવી લેવી.

  5. 5

    હવે મોટા વાસણમાં તળેલી વસ્તુઓ, સાબુદાણા ની ખિચડી, સમારેલા કાકડી, ટમેટું તથા જમરૂખ એડ કરી મિક્સ કરવું. દાડમ, મસાલા શિંગ અને કોથમીર પણ એડ કરી શકાય.

  6. 6

    હવે તેમાં ખજૂર આમલીની ચટણી તથા લાલ મરચાની પેસ્ટ એડ કરવી. મીઠું એડ કરવું. બરાબર મિક્સ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes