ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#ff2 #Week 2
ફરાળ માં આપણે એક ની એક વસ્તુઓ જમી એ તો એકટાણા માં થાકી જવાય છે માટે કંઈક અલગ હોય તો મજા આવતી હોય છે માટે મેં અહીં ફરાળી ઢોસા બનાવવા નો પ્રયત્ન કર્યો અને સરસ બન્યાં છે તેની રેસિપી બહુ સરળ છે તમે પણ જરુર થી બનાવસો થેંક્યું

ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)

#ff2 #Week 2
ફરાળ માં આપણે એક ની એક વસ્તુઓ જમી એ તો એકટાણા માં થાકી જવાય છે માટે કંઈક અલગ હોય તો મજા આવતી હોય છે માટે મેં અહીં ફરાળી ઢોસા બનાવવા નો પ્રયત્ન કર્યો અને સરસ બન્યાં છે તેની રેસિપી બહુ સરળ છે તમે પણ જરુર થી બનાવસો થેંક્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફરાળી ઢોસા માટે ની સામગ્રી
  2. 1 બાઉલ મોરેયો
  3. 1 બાઉલ રાજગરા નો લોટ
  4. ચપટીજીરું
  5. મીઠું
  6. જરૂર મુજબ દહીં
  7. ચોળવવા માટે ઘી અથવા તેલ
  8. સબ્જી માટે
  9. 500 ગ્રામબટાકા
  10. 2ચમચા તેલ
  11. જીરું
  12. મીઠું
  13. 1 ચમચીમરચું પાઉડર
  14. 2 ચમચીશીંગદાણા નો ભુક્કો
  15. 1 નંગટામેટું
  16. 7,8લીમડાના પાન
  17. 1 ચમચીખાંડ
  18. 1 ચમચીલીંબુનો રસ
  19. કોથમીર
  20. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  21. સંભાર માટે ની સામગ્રી
  22. 3 નંગબટાકા
  23. 4 નંગટામેટાં
  24. 1નાનો ટુકડો દૂધી
  25. થોડાશીંગદાણા
  26. 1 નંગલીલું મરચું
  27. 1ચમચો તેલ
  28. 2તજ
  29. 2લવિંગ
  30. ગરમ મસાલો
  31. ચપટીજીરું
  32. 7,9લીમડાના પાન
  33. મીઠું
  34. ખાંડ,લીંબુનો રસ સ્વાદ અનુસાર
  35. ચટણી માટે
  36. 1 વાટકીનાળિયેર નું ખમણ
  37. 3,4લીલા મરચા
  38. કોથમીર
  39. મીઠું
  40. ખાંડ
  41. 1 વાટકીદહીં
  42. વઘાર માટે
  43. 4,5લીમડાના પાન
  44. 1 ચમચીતેલ
  45. ચપટીજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોરેયો ને 4,6 કલાક માટે પલાળી રાખી પછી દહીં ઉમેરીને પીસી લો હવે તેમાં 1 વાટકો રાજગરા નો લોટ ઉમેરીને જરૂર મુજબ દહીં નાખે ની અને જીરું
    નાખી 7,8 કલાક માટે આથો આવવા માટે રાખી મુકો

  2. 2

    હવે આપણે બટાકા ને 2 કટકા કરી મીઠું નાખી બાફી લો પછી તેની છાલ ઉતારી લો હવે એક લોયા માં તેલ ગરમ કરી તેમાં જીરું, લીમડાના પાન, સમારેલ ટામેટું, શીંગદાણા નો ભુકો બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કોથમીર છાંટી દો તો તૈયાર છે મસ્ત ઢોસા ની ફરાળી સબ્જી

  3. 3

    ચટણી માટે આપણે મરચાં અને કોથમીર ને સમારી લઈ એક મિક્સર જાર માં મીઠું,ખાંડ નાળિયેર નું ખમણ અને દહીં ઉમેરીને પીસી લઈ પછી એક લોયા માં તેલ મૂકી,જીરું ઉમેરીને અને લીમડાના પાન નાખી બનાવેલી ચટણી ઉપર વઘાર રેડી ડો તો તૈયાર છે આપણી ચટણી

  4. 4

    સંભાર બનાવવા માટે ટામેટાં અને બટાકા ને બાફી લો સાથે એક વાટકી માં થોડી સમારેલ દૂધી અને શીંગદાણા ને બાફી લો એટલે જયારે આપણે બ્લેન્ડર ફેરવવું હોય ત્યારે બધું પીસાઈ ન જાય ટામેટાં અને બાફેલા બટાકા માં બ્લેન્ડર ફેરવી ગાળી લેવું પછી બધા મસાલા નાખી ઉકળવા દો હવે એક લોયા માં તેલ ગરમ કરી તેમાં જીરું,લીમડાના પાન, તજ,લવીંગ નાખી સંભાર નો વઘાર કરી લો ઉપર થી કોથમીર છાંટી લો તો તૈયાર છે આપણો ફરાળી સંભાર જે સ્વાદ આ બહુ સરસ લાગે છે

  5. 5

    હવે આપણે ઢોસા ના ખીરા માંથી મસ્ત મજાના ઢોસા ઉતારી લેસુ એક નોનસ્ટિક લોઢી ગરમ કરી ખીરું પાથરી કિનારી પર તેલ મૂકી વચ્ચે સબ્જી મૂકી રોલ વાળી તેને સંભાર અને ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર

Similar Recipes