સૂજી કોનૅ હાંડવો (Sooji Corn Handvo Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

આજે સાંજે શું બનાવું? 🤔🤔 આ સમસ્યા નો ઝટપટ ઈલાજ છે આ સૂજી કોનૅ હાંડવો. બપોરે ભોજન પછી ફક્ત સૂજી ને પલાળી સાંજે મકાઈ વાડા ગરમા ગરમ હાંડવા નો સ્વાદ માણી શકાય. જો ભૂલી જાવ તો પણ ચા પીધા પછી પણ પલાળી શકાય છે 😜😜એવી જલ્દી અને હેલ્ધી રેસીપી છે.

સૂજી કોનૅ હાંડવો (Sooji Corn Handvo Recipe In Gujarati)

આજે સાંજે શું બનાવું? 🤔🤔 આ સમસ્યા નો ઝટપટ ઈલાજ છે આ સૂજી કોનૅ હાંડવો. બપોરે ભોજન પછી ફક્ત સૂજી ને પલાળી સાંજે મકાઈ વાડા ગરમા ગરમ હાંડવા નો સ્વાદ માણી શકાય. જો ભૂલી જાવ તો પણ ચા પીધા પછી પણ પલાળી શકાય છે 😜😜એવી જલ્દી અને હેલ્ધી રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ -૪૦  મીનીટ
૨ વ્યક્તિ
  1. 😋હાંડવા નાં ખીરા માટે
  2. ૨ કપસૂજી
  3. ૩ વાટકીછાશ/ ૧ વાટકી દહીં
  4. જરૂર મુજબ જ પાણી
  5. 😋ખીરા માં નાંખવવાની સામગ્રી
  6. ૧ વાટકીઅમેરીકન મકાઈ ની પેસ્ટ
  7. ૨ ચમચા જેટલા આખા મકાઈ નાં દાણા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીમરચું પાઉડર
  11. ૧/૨ ચમચીધાણાજીરૂ
  12. ૧/૨લીંબુ નો રસ
  13. ૧ વાટકીસમારેલી કોથમીર
  14. ૧/૨ ચમચીઈનો
  15. ૧/૨ ચમચીતેલ
  16. 😋વઘાર માટે
  17. ૧ ચમચીતેલ
  18. ૧/૨ ચમચીરાઈ
  19. ચપટીહીંગ
  20. સફેદ તલ
  21. લીમડા નાં પાન

રાંધવાની સૂચનાઓ

૩૫ -૪૦  મીનીટ
  1. 1

    સૌથી પેહલા સુજી ને એક વાસણ માં છાશ કે દહીં નાખી સમય હોય તો ૨ ૩ કલાક અથવા ૨૦-૩૦ મીનીટ પલાળી રાખો.

  2. 2

    પછી તેમાં મીઠું,આદુ ની પેસ્ટ, મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ ઉમેરો પછી એમાં હળદર, મરચું પાઉડર, ધાણાજીરું, લીંબુ નો રસ, સમારેલી કોથમીર, (ખાંડ ઓપ્શનલ છે) મકાઈ ની પેસ્ટ અને દાણા નાંખી જરૂર પડે તો પાણી નાંખી સરખું મિક્સ કરી લો.

  3. 3

    પછી તેમાં રાઈ, હીંગ, લીમડા નો વઘાર કરી એ ઉમેરો અને હલાવી લો.
    લાસ્ટ માં ઈનો ઉમેરી થોળું ફેટી લો જેથી ખીરૂ એકદમ હલકું થઈ જશે.

  4. 4

    એક નોન સ્ટિક પેન માં થોડું તેલ મૂકી ખીરું રેડો અને ઉપર સફેદ તલ અને લીમડો (શીંગ ભાવતી હોય તો એ પણ નાખી શકાય) ૭ ૮ મિનિટ માટે ધીમા ગેસ પાર ઢાંકી ને ચડવા દો.હળવે થી બીજી બાજુ ઉથલાવી ૬-૭ મીનીટ એ બાજુ ચડવા દો.

  5. 5

    ક્રીસ્પી ગરમા ગરમ સૂજી કોનૅ હાંડવો લીલી ચટણી અને લસણ ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes