ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#TT1

ફ્રેન્ડસ, મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયુ એટલે કે આખી ડુંગળીનું ટેસ્ટી શાક બનાવવા ની રીત એકદમ અલગ છે અને એટલે જ બીજા શાક કરતાં તેનો સ્વાદ પણ અલગ છે. બાજરીના રોટલા, પરોઠા, જુવારની રોટલી સાથે આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. થોડા ફેરફાર સાથે નાની ડુંગળી માંથી બનાવવામાં આવતાં આ શાક ની લેખિત રેસીપી નીચે આપેલ છે.
રેસીપી વિડિયો જોવા માટે YouTube પર મારી ચેનલ "Dev Cuisine" માં સર્ચ કરો.
#Dungaliyurecipe👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦ /૨૫ બેબી ઓનીઅન (નાની ડુંગળી)
  2. ૩ ચમચીશીંગદાણા નો ભુક્કો
  3. ૩ ચમચીસેવ અઘકચરી વાટી ને રેલી
  4. ૨ ચમચીતલ અઘકચરા વાટેલાં
  5. ૧/૨ કપતેલ
  6. ૧/૨ ચમચીરાઈ જીરું
  7. ૧૦ મરી
  8. સુકું લાલ મરચું
  9. ૨ ચમચીલાલ મરચું
  10. ૧/૨ નાની ચમચીહળદર
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. ૫-૬ લવિંગ
  13. તજ
  14. ૧/૪ ચમચીહિંગ
  15. ૧૫ કળી સમારેલું લસણ
  16. ટામેટાં ની પ્યુરી
  17. ૧ ગ્લાસપાણી
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. ૧૫ -૨૦ કાજુ
  20. ૨ ચમચીખમણેલું નાળિયેર
  21. ૧/૪ કપકીસમીસ
  22. લીંબુનો રસ
  23. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ની છાલ ગાંઠ તુટે નહીં તે રીતે દુર કરી થોડા તેલ માં તળી ને ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લેવી. ત્યાર બાદ

  2. 2

    વઘાર માટે તેલ ગરમ કરી કાજુ તળી ને એક પ્લેટમાં કાઢી લેવા. ત્યાર બાદ રાઈ જીરું, તજ, સુકું લાલ મરચું, લવિંગ, મરી ઉમેરી વઘાર કરી હિંગ ઉમેરી લસણ સાંતળી લો. ત્યારબાદ તલ અને શીંગદાણા નો ભુક્કો ઉમેરી ૨ મિનિટ સાંતળો. ત્યાર બાદ ટામેટાની પ્યુરી ઉમેરી તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે તેમાં મીઠું, સેવ, મરચું, હળદર, ગરમ મસાલો, કાજુ, ડુંગળી, કીસમીસ, ખમણેલું નાળિયેર, અને પાણી ઉમેરી મિક્સ કરી લેવું. ૫ મિનિટ કુક કરો અને સર્વિગ બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes