પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#TT2
આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે.

પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)

#TT2
આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપમગ
  2. 1 કપમઠ
  3. 1/2 કપઆખા અડદ
  4. 2-3 નંગસમારેલા બટાકા
  5. જરૂર મુજબ મીઠું
  6. રસો બનાવવા માટે (ગ્રેવી)
  7. 3 નંગમોટી ડુંગળી
  8. 3 નંગટામેટા
  9. 10-12લસણ ની કળી
  10. 1તમાલપત્ર
  11. 3લવિંગ
  12. 1તજ સ્ટીક
  13. 1 નંગએલચો
  14. 1ઈંચ આદુ
  15. 1 ચમચીજીરું
  16. 3ટે. સ્પૂન વઘાર માટે તેલ
  17. 2 ચમચીલાલ મરચું પાઉડર
  18. 2 ચમચીધાણાજીરું
  19. 1 ચમચીહળદર
  20. 1 ચમચીગરમ મસાલો
  21. 3 ચમચીશેકેલ કોપરું,અડદ દાળ, લીમડાની પેસ્ટ
  22. 1 ચમચીલીંબુનો રસ
  23. 3 ચમચીગોળ(ઓપશનલ)
  24. સર્વ કરવા :-
  25. પાઉં
  26. સલાડ
  27. જાડી અને ઝીણી સેવ/ચવાણું
  28. સજાવવા:- કોથમીર
  29. ડુંગળી
  30. સેવ/ચવાણું
  31. લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ, મઠ અને અડદ ને આઠ દસ કલાક માટે પલાળી દો.... પલળે એટલે sprout maker માં 6 - 7 કલાક મૂકી રાખો..

  2. 2

    કઠોળ ના ફણગા ફૂટે (sprouts) એટલે એક પ્રેશર કૂકરમાં સમારેલા બટાકા, મીઠું અને જરૂરી પાણી ઉમેરી 4- 5 વિસલ થી કુક કરી લો...સાઈડ પર રાખો.

  3. 3

    એક પેનમાં 2 ચમચી તેલમાં ખડા મસાલા, ડુંગળી, ટામેટા, લસણ અને આદુ ઉમેરી સાંતળો...ઠંડુ થાય એટલે ખડા મસાલા બહાર કાઢી ને મિક્સર જારમાં સ્મૂધ પેસ્ટ બનાવી લો.

  4. 4

    ગ્રેવીને તેલ અને જીરું મૂકી સાંતળો...તેલ છૂટું પડે એટલે બોઈલ કરેલ sprouts ને તેના પાણી સાથે ઉમેરો...મસાલા અને મીઠું તેમજ લીંબુનો રસ ઉમેરી ઉકાળો...ગોળ પણ ઉમેરો (ઓપશનલ)..એક ચમચી તેલમાં શેકેલ કોપરું...અડદ દાળ અને મીઠા લીમડાની પેસ્ટ ઉમેરો.રસો વધારે ગમતો હોય તો પાણી ઉમેરી શકો...તેલ છૂટું પડે અને થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો.

  5. 5

    આપણું પુના મિસળ તૈયાર છે...કોથમીર જાડી ઝીણી સેવ...ચવાણું..કોથમીર અને ડુંગળીથી ગાર્નિશ કરી પાઉં અને સલાડ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes