રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગનાની કેરી
  2. 1/2 કપપાણી
  3. 1નાનો કટકો આદુ
  4. 2 નંગલીલા મરચાં
  5. 10-12ફુદીના ના પાન
  6. લીલા ધાણા
  7. 1/2 કપખાંડ
  8. 7-8 નંગબરફ ના ટુકડા
  9. ✳️મસાલો બનાવવા માટે
  10. 1 ટે સ્પૂનજીરૂ
  11. 1 ટે સ્પૂનવરીયાળી
  12. 1 ટે સ્પૂનમરી
  13. 1/2 ટે સ્પૂનસંચર
  14. 2 નંગએલાઈચી
  15. 4-5કેસરના રેસા
  16. 1 ટે સ્પૂનમરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચી કેરીને ધોઈને છાલ કાઢી લો. હવે તેને કૂકરમાં 1 કપ પાણી લઈ 3-4 સીટી વગાડી ને બાફી લો. કૂકર ઠંડુ પડે એટલે તેમાં ની કેરી ને મીકસર જાળ માં લઈ તેમાં ફુદીનો, ધાણા, આદુ, મરચાં, મીઠું, ખાંડ અને બરફ ના ટુકડા તથા થોડું પાણી ઉમેરી વાટી લો. તેની કન્સીસ્ટન્સી થીક રાખવી. હવે તેને ચાળણી ની મદદથી ગાળી લો.

  2. 2

    હવે સુકો મસાલો બનાવવા માટે એક પેનમાં વરીયાળી, જીરૂ અને મરી ને 2 મિનિટ શેકી લો. હવે તેમાં 2 એલાઈચી અને કેસર ના રેસા ઉમેરી ફરી 2-3 સેકન્ડ શેકી લો. મસાલો ઠંડો પડે એટલે એલાઈચી છોલી ને તેમાં સંચર અને લાલ મરચું ઉમેરી મીકસર માં પીસી લો. સુકો મસાલો તૈયાર છે.

  3. 3

    હવે જે પલ્પ બનાવેલ છે તેમાં 2 ટે સ્પૂન બનાવેલ મસાલો, ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો આમપન્ના પલ્પ તૈયાર છે.

  4. 4

    હવે સવિઁગ ગ્લાસ માં બરફ ના ટુકડા તથા થોડા કેરીના ટુકડા ઉમેરી 2 ટેબલ સ્પૂન આમપન્ના પલ્પ ઉમેરો ઉપર ઠંડુ પાણી નાખી ને મિક્સ કરી લો. ઉપર સુકો મસાલો સિંપ્રન્કલ કરી લો.

  5. 5

    તો તૈયાર છે આપણો ચટપટો અને ઠંડો ઠંડો આમપન્ના. ગરમીઓની સીઝનમાં આ પીણા પીવાની કંઈક અલગ જ મઝા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes