મિલ્ક કેક (અલવર કા માવા)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#mr
#DIWALI2021
#milkcake
#mithai
#cookpadindia
#cookpadgujarati

મિલ્ક કેક ને અલવર કા માવા, અલવર કલાકંદ અથવા અજમેર કા માવા મીઠાઈ પણ કહેવામાં આવે છે. તેને સૌ પ્રથમ રાજસ્થાન ના અલવર શહેર માં બાબા ઠાકુરદાસ એન્ડ સન્સ દ્વારા બનાવવા માં આવી હતી. ત્યારબાદ તે આખા ભારત માં ખૂબ જ પ્રસિદ્ધ થઇ.

સુરત માં માખનભોગ ની મિલ્ક કેક ખૂબ જ પ્રચલિત છે જે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે, ખાસ કરી ને મારા દીકરા ને. મિલકકેક ઓછા ઘટકો માંથી બને છે પરંતુ તેને બનાવવામાં ખૂબ જ ધીરજ અને મહેનત લાગે છે. મેં આ મિલ્ક કેક પેહલી વાર ઘરે બનાવી છે અને સાચું કહું તો ખૂબ જ મેહનત લાગી અને હાથ પણ દૂખી આવ્યા😂 પણ કહેવાય છે ને કે મેહનત નું ફળ મીઠું ! મારી મહેનત રંગ લાવી અને પેહલી જ કોશિશ માં ખૂબ જ સરસ મિલ્ક કેક બની. તેનું પ્રમાણ એ છે કે મારા પરિવારે માત્ર 4 દિવસ માં જ બધી મિલ્ક મિલ્ક સફાચટ કરી દીધી !!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
1 કિલો
  1. 3 લિટરદૂધ
  2. 1/4 tspફટકડી પાવડર
  3. 420 ગ્રામખાંડ (મીઠાસ પ્રમાણે)
  4. 80 ગ્રામઘી
  5. પિસ્તા ની કતરણ (ગાર્નિશિંગ માટે)

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક મોલ્ડ (લોફ ટીન) માં બટર પેપર મૂકી તેને ઘી થી ગ્રીઝ કરી ને તૈયાર રાખો. એક જાડો ટુવાલ અને એલ્યૂમિનમ ફોઈલ પણ તૈયાર રાખો.

  2. 2

    હવે એક હેવી બોટમ વાળા મોટા ઇંડોલિયમ તપેલા માં 3-4 ચમચી પાણી લઇ તેમાં દૂધ ઉમેરી ને મીડીયમ ફ્લેમ પર બોઈલ કરો. દૂધ અડધું થઇ જાય ત્યાં સુધી બોઈલ કરો. વચ્ચે -વચ્ચે હલાવતા રેહવું અને ફ્લેમ ને ઓછી-વધતી કરતા રેહવું. (આશરે 90 મિનિટ લાગે). દૂધ ઘટ્ટ થશે અને તેમાં મલાઈ ના કણ ફૂટશે.

  3. 3

    હવે દૂધ માં ફટકડી પાવડર ઉમેરી મિક્સ કરો અને 5-7 મિનિટ માટે સતત હલાવતા રહો. દૂધ ઘટ્ટ થાય, પરપોટા થવા માંડે અને થોડા મોટા કણ (ગ્રેન્યુલ્સ) બને ત્યાં સુધી હલાવતા રેહવું. દૂધ ની ક્વાલિટી પ્રમાણે ફટકડી પાવડર ઓછો વધતો કરી શકો જેથી ગ્રેન્યુલ્સ બરાબર બને. (નોંધ:- પનીર બની જાય એટલું દૂધ ને નથી ફાડવાનું, માત્ર ગ્રેન્યુલ્સ બનવા જોઈએ).

  4. 4

    હવે દૂધ માં ખાંડ ને થોડી-થોડી કરી ને ઉમેરો. પેહલા 100 ગ્રામ જેટલી ખાંડ ઉમેરો. તે દૂધ માં બરાબર ભળી જાય એટલે ફરી 100 ગ્રામ એમ કરી ને ખાંડ ને 4-5 ભાગ માં ઉમેરો અને સતત હલાવતા રહો નહીંતર દૂધ તપેલા ના તળિયા માં ચોંટી જશે. (નોંધ: એક સાથે બધી ખાંડ ઉમેરવા થી દૂધ ફાટી જશે અને મિલ્ક કેક ચવ્વડ બની જશે). મિશ્રણ જેમ જેમ ઘટ્ટ થશે તેમ તેમ તેમાં પરપોટા થશે એટલે તેના છાંટા થી સાચવવું.

  5. 5

    હવે મિશ્રણ એકદમ ઘટ્ટ થઇ જાય એટલે તેમાં ઘી ઉમેરવું. ઘી ને પણ ખાંડ ની જેમ થોડું થોડું કરી ને 3-4 ભાગ માં ઉમેરવું. ઘી ઉમેરતી વખતે સતત હલાવતા રેહવું. બધું ઘી ઉમેર્યા પછી આશરે 10 મિનિટ સુધી મિશ્રણ ને હલાવતા રેહવું. મિશ્રણ તપેલા નું તળિયું છોડે ત્યાં સુધી કૂક કરવું.

  6. 6

    હવે આ મિશ્રણ ને પહેલે થી તૈયાર કરેલા મોલ્ડ માં રેડી દો અને ટેપ કરી ને લેવલીંગ કરી લો. હવે એલ્યૂમિનમ ફોઈલ થી તેને બરાબર કવર કરી દો. આ મોલ્ડ ને એક જાડા ટુવાલ માં બરાબર લપેટી દો જેથી તેમાં લાંબા સમય સુધી ગરમાટો રહે. આવું કરવા થી મિલ્ક કેક ના વચ્ચે ના ભાગ માં ખાંડ કેરામલાઈઝ થશે જેથી વચ્ચે ના ભાગ માં હલકો ડાર્ક અને બહાર લાઈટ શેડ આવશે. હવે ટુવાલ લપેટેલાં મોલ્ડ ને રૂમ ટેમ્પરેચર પર હુંફાળી જગ્યા એ 8-10 કલાક માટે મૂકી દો.

  7. 7

    હવે મિલ્ક કેક ને અનમોલ્ડ કરી તેના જોઈએ તેવા કટકા કરો અને ઉપર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો.

  8. 8

    તો તૈયાર છે હલવાઈ જેવી ફ્રેશ, સોફ્ટ અને ડિલિશિઅસ મિલ્ક કેક. ઈચ્છા પ્રમાણે પ્લેટિંગ કરો. તેને એર ટાઈટ ડબ્બા માં 7-8 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes