કોપરાપાક (Koprapak recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#mr
#LO

થોડાક દિવસ પહેલા મેં ઘરે કાલાજામુન બનાવ્યા હતા. જેના માટે એક તારની ચાસણી તૈયાર કરી હતી. જામુન વપરાયા પછી 1/2ચાસણી વધી પડી. ગુલાબજામુન કે કાલાજામુન માં ચાસણી આમ પણ બચતી હોય છે.

તો વધેલી તૈયાર ચાસણીમાં કોપરાનું છીણ અને માવો ઉમેર્યો અને થોડીકવાર કુક કર્યું અને ટ્રેડીશનલ રીતે ચાસણી અને માવા સાથે બનતો કોપરાપાક તૈયાર....
આ રીતે ચાસણીમાંથી બનતો કોપરાપાક વધારે દિવસ સારો રહે છે અને બનાવવામાં ઓછો સમય લાગે છે..

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
800 ગ્રામ જેવો
  1. 300-350 ગ્રામકોપરાનું છીણ (desiccated coconut)
  2. 200 ગ્રામમોળો તાજો દૂધનો માવો
  3. 250 ગ્રામખાંડ
  4. 100-150મિલી જેટલું પાણી
  5. ચપટીપીળો ફૂડ કલર
  6. ચપટીકેસર
  7. 1/2 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  8. 1 પટ્ટીચાંદીનો વરખ
  9. 8-10બદામ પિસ્તા ની કતરણ
  10. 1 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    એક કઢાઇમાં ખાંડ અને પાણી મિક્સ કરી ગેસ ઓન કરી મૂકવું. ખાંડ ઓગળી જાય અને ઉકળવા લાગે તે પછી 4-5 મિનિટ હલાવતા રહેવું અને એક ટીંપું ઠંડું કરી ચેક કરવું. એક આખો તાર બને (એક તારથી થોડીક વધારે)ત્યાં સુધી ચાસણી થવા દેવી. ચાસણી થવા આવે ત્યારે તેમાં ઇલાયચી પાઉડર, કેસર અને પીળો ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લેવો. મારે આ રીતની ચાસણી તૈયાર પડી હતી તેમાં મેં ફક્ત કલર ઉમેર્યો હતો.

  2. 2

    માવાને મસળી લેવો કે છીણી લેવો. તેને ચાસણી બનાવતા પહેલા તૈયાર રાખવો. તૈયાર ચાસણીમાં કોપરાનું છીણ ઉમેરવું અને મિક્સ કરી લેવું.

  3. 3

    પછી તરત તેમાં માવો ઉમેરવો. અને મિશ્રણને મિક્સ કરી હલાવતા રહેવું. 4-5 મિનિટ થવા દેવું. પછી થોડુંક મિશ્રણ ઠંડું કરી હાથમાં લઇ ગોળી વાળવી. જો હાથને ચોંટે નહી અને સારી રીતે ગોળી વળે તો મિશ્રણ તૈયાર છે.

  4. 4

    એક ખૂમચામાં બટર પેપર પાથરી થોડું ઘી લગાવવું. બનેલા મિશ્રણમાં પણ 1 ચમચી જેટલું ઘી નાખી મિક્સ કરી લેવું. પછી મિશ્રણને ખૂમચામાં એક લેવલમાં પાથરી લેવું.

  5. 5

    તરત તેના પર બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દબાવી દેવી. 1/2 કલાક માટે ઠંડુ થવા દઇ તેના ચોરસ ટુકડા કરી લેવા. અને ઉપર ચાંદીનો વરખ લગાવવો. પછી તેને 5-6 કલાક માટે ઠરવા દેવો.

  6. 6

    તે પછી બધા ટુકડા સાચવીને અલગ કરી લેવા. આપણી દિવાળી ની ખાસ મિઠાઇ તેવો કોપરાપાક તૈયાર છે જે એકદમ ટ્રેડીશનલ સ્ટાઇલથી બનાવ્યો છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (22)

દ્વારા લખાયેલ

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes