ઢેબરાં (Dhebra recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#CB6
#cookpad_guj
#cookpadindia
ઢેબરાં, એ શિયાળામાં ખાસ બનતું ગુજરાતી વ્યંજન છે જે બાજરા ના લોટ અને મેથી ભાજી થી બને છે. ઢેબરાં નાસ્તા તથા ભોજન બંને માટે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ઢેબરાં ને દહીં , અથાણાં, છાસ કે ચા દૂધ સાથે ખાઈ શકાય છે.

ઢેબરાં (Dhebra recipe in Gujarati)

#CB6
#cookpad_guj
#cookpadindia
ઢેબરાં, એ શિયાળામાં ખાસ બનતું ગુજરાતી વ્યંજન છે જે બાજરા ના લોટ અને મેથી ભાજી થી બને છે. ઢેબરાં નાસ્તા તથા ભોજન બંને માટે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ઢેબરાં ને દહીં , અથાણાં, છાસ કે ચા દૂધ સાથે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપબાજરા નો લોટ
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1.5 કપખાટું દહીં
  4. 2 કપઝીણી સુધારેલી મેથી ભાજી
  5. 2ચમચા આદુ મરચાં ની પેસ્ટ
  6. 2ચમચા લસણ ની પેસ્ટ (વૈકલ્પિક)
  7. 1ચમચો તલ
  8. 1 ચમચીહળદર
  9. 1ચમચો ખાંડ
  10. મીઠું સ્વાદનુસાર
  11. 4ચમચા તેલ
  12. ઢેબરાં સેકવા તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દહીં ને હલકા હાથે થોડું વલોવી લો પછી તેમાં લોટ અને તેલ સિવાય ના બધા ઘટક નાખી ને સારી રીતે ભેળવી લો.

  2. 2

    બન્ને લોટ માં તેલ નાખી ભેળવી લો અને તૈયાર કરેલા મિશ્રણ થી કણક તૈયાર કરી લો.

  3. 3

    તેમાંથી લીંબુ જેવડા લુઆ બનાવી ને, સૂકા લોટ ની મદદ થી થોડા જાડા ઢેબરાં વણો.

  4. 4

    લોઢી ગરમ મૂકી, ઢેબરાં ને પેહલા તેલ વિના બંને બાજુ થી હલકા સેકો પછી તેલ મૂકી ને સારી રીતે સેકી લો.

  5. 5

    ગરમ ગરમ ઢેબરાં ને દહીં સાથે પીરસો. ઢેબરાં ઠંડા પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes